Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં LIFI ટેક્નોલોજી દ્વારા થશે કોવિડ-૧૯ની ઝડપી સારવાર

વડોદરા : વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાઈટ ફિડેલિટી અર્થાત એલઆઈએફઆઈ ટેક્નોલોજીની મદદથી દર્દીઓની કોવિડ-૧૯ની સારવાર ઝડપી અને સચોટ બનશે. નવ વાયરલેસ ટેક્નોલોજીએ વડોદરાના ગોત્રી ખાતે જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે ભારતમાં નિર્મિત લાઈફાઈ આધારિત યુનિટ્‌સ ઊભા કર્યા છે. વડોદરાની ગોત્રી ખાતે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોડ્‌ર્સમાં કોવિડ-૧૯ના દર્દીઓને લેટેસ્ટ લાઈફાઈ (લાઈટ ફિડેલિટી) ટેક્નોલોજીનો લાભ મળશે.“કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે ત્યારે દર્દીઓની સારવાર ઝડપી અને સચોટ બને તે માટે હોસ્પિટલમાં ઝડપી અને સુરક્ષિત કમ્યૂનિકેશન થવું જરૂરી છે અને એટલે જ જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોડ્‌ર્સને નવીનતમ લાઈફાઈ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. અમે લાઈફાઈ આધારિત યુનિટ્‌સ ઊભા કર્યા છે જે સંપૂર્ણપણે ભારતમાં જ બનેલા છે. કોવિડ-૧૯ વોડ્‌ર્સ ખાતે ઈન્ટરનેટ વિનાની લાઈફાઈ આધારિત સેન્ટ્રલાઈઝ્‌ડ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમથી ડોક્ટર્સ અને પેરામેડિકલ ટીમની સુરક્ષા વધશે. ક્રિટિકલ કેરમાં આઈસીયુમાં દાખલ થયેલા દર્દીઓની દૈનિક સારસંભાળનું મોનિટરિંગ ખૂબ જ મહત્વનું છે. દર્દીના હેમોડાયનેમિક, વેન્ટિલેશન, શરીરનું તાપમાન, પોષણ, ચયાપચયની ક્રિયાઓ વગેરે કામગીરી દર્દીના જલ્દીથી સાજા થવા પર મોટો મદાર રાખે છે.”

એમ નવ વાયરલેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના સહસ્થાપક અને સીટીઓ હાર્દિક સોનીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આવી ટેકનોલોજીથી દર્દીના સ્વાસ્થ્યની ખૂબ સચોટ માહિતી ઉપલબ્ધ બનશે. વ્યાજબી ખર્ચમાં અદ્યતન સુવિધા સરકારી હોસ્પિટલમાં મળી છે. જરૂર જણાશે તો શહેરની અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ધ્યાન દોરવામાં આવશે. ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે જીએમઈઆરએસ હોસ્પિટલે શ્રેષ્ઠ સારવાર માટે દર્દીઓના ડેટાની સુરક્ષા માટે તથા તેનું લાઈવ ટ્રેકિંગ કરવા માટે લાઈફાઈ ટેક્નોલોજીનો સહારો લીધો છે.

Related posts

વડોદરા જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, બાળગોકુલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

Charotar Sandesh

વડોદરામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી ૧૫ કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો…

Charotar Sandesh

વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદ જિલ્લાના ખેડૂતોને રૂા. ૩૦.૯૩ કરોડની ચૂકવાયેલી સહાય…

Charotar Sandesh