વડોદરાના ગોત્રી ખાતે 8 એપ્રિલે 2 વર્ષની આયેશામાં કોરોના વાઇરસનો લક્ષ્ણો જણાતા તેને સારવાર અર્થે રખાઇ હતી…
આણંદ : અદ્રશ્ય વાઇરસ સામે વિશ્વવ્યાપી છેડાયેલા જંગમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની માત્ર બે વર્ષની બાળકી જીતી ગઇ હતી. વડોદરાના ગોત્રી ખાતેના જી.એમ. ઈ.આર.એસ. તબીબોની આ એક વધુ એક સિદ્ધિ થઇ હતી. જ્યાં અત્યાર સુધી ચાર વડીલ દર્દીઓ પછી માત્ર બે વર્ષની બાળકીને કોરોના ની માંદગી થી મુક્ત કરવામાં આવી હતી. આમ દાદા સાજા થયા બાદ પૌત્રી પણ સાજી થઇ ગઇ હતી.
વડોદરાના ગોત્રી ખાતે રાજ્ય સરકાર દ્વારા કોરોના ની સારવાર માટે અલાયદી સમર્પિત સુવિધા ઉભી કરી છે અને ત્યાં જરૂરી સાધન સુવિધાનો પ્રબંધ કર્યો કર્યો છે. સરકારે નિર્ધારિત કરેલી ગાઈડ લાઈન પ્રમાણે અનુભવી અને તજજ્ઞ તબીબોની દોરવણી હેઠળ યુવા તબીબી અઘિકારીઓ અને નર્સિંગ – પેરા મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધા ના રૂપમાં એકજૂટ થઈને સમર્પિત ભાવે દર્દીઓને સાજા કરવાના સમર્પિત પ્રયત્નો કરી રહ્યો છે. તેમના આ સમર્પણ ભાવને પોરસ ચડે એવી વધુ એક સફળતા આજે મળી છે.આજે બોડેલીની માત્ર બે વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાં થી સાજી કરી આ કોરોના લડવૈયાઓ એ એના પરિવારને પાછી સોંપી ત્યારે એમણે કદાચ અનેરા હર્ષ અને પરિતૃપ્તિ ની લાગણી અનુભવી હતી.
તેમજ આણંદમાં ખંભાતનાં અલીંગ ચાર રસતા પાસે મોતીલાલની ખડકીમાં રહેતા અકીકનાં વેપારી મોતીલાલ પટવાનો કોરોનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આયસોલેશન વોર્ડમાં હોસ્પીટલનાં તબીબો અને સ્ટાફ દ્વારા કરાયેલી સારવારને લઈને મોતીલાલ પટવા આજે સ્વસ્થ થઈ જતા તેઓએ કોરોનાને પરાજય આપી જીવન મૃત્યુનાં જંગમાં જીત મેળવી છે,આજે મોતીલાલ સંપૂર્ણ સ્વસ્થ થતા તેઓને હોસ્પીટલનાં તબીબો અને સ્ટાફ દ્વારા તાળીઓ વગાડી અભિવાદન કરી શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.