વડોદરા : વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે એક યુવાન સહિત વધુ ૭ દર્દીના મોત થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક ૪૬૬૬ પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૩૬૪૮ દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક ૮૯ થયો છે. વડોદરામાં અત્યારે કુલ ૯૨૯ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૬ ઓક્સિજન ઉપર અને ૩૪ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૭૪૯ દર્દીની હાલત સ્થિર છે.