Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં માસ્ક વિના ફરતા ૧૪૧૭ નાગરિકોએ ૧૪ લાખનો દંડ ભર્યો…

વડોદરા : વડોદરામાં રાત્રી કરફ્યુ હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યાં છે. આવા લોકો પર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરામાં એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. વહીવટી તંત્ર દ્વારા માસ્ક વિના ફરી રહેલા લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમ વધારીને ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. આમ છતાં અનેક લોકો હજુ પણ માસ્ક પહેરવાની તસ્દી લેતા નથી. આથી પોલીસ દ્વારા સતત આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા ૧૪૨૭ લોકોને ઝડપીને તેમની પાસેથી ૧૪.૨૭ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ સિવાય પોલીસે રાત્રી કરફ્યુનો ભંગ કરવાના ૨૬ ગુના દાખલ કરીને ૨૮ જણાની ધરપકડ કરી છે.

Related posts

આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓનો ડીઇઓ કચેરીએ હોબાળો…!

Charotar Sandesh

બીલ ગામ ખાતે શરૂ થયેલ ભાજપ જનસંપર્ક કાર્યાલયમાં રહીશોના પ્રશ્નનો તત્કાલ નિરાકારણ લવાયો…

Charotar Sandesh

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સપ્રેસનું એન્જિન ડબ્બા છોડી આગળ નીકળી ગયું…

Charotar Sandesh