વડોદરા : હજી ત્રણ દિવસ અગાઉ ચેકિંગ હાથ ધર્યા બાદ ઉત્તરાયણના આગલા દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીઠાઇ ફરસાણની દુકાનોમાં જઈને તપાસ હાથ ધરી હતી.
ખાસ તો ઊંધિયું, જલેબી અને ચીકીના નમુના લેવાનું ચાલુ કર્યું હતું. આ કામગીરી સાંજ સુધી ચાલુ રહેશે. ફૂડ સેફટી ઓફિસરોની ચાર ટીમે શહેરના માંડવી, કારેલીબાગ, ઓપી રોડ અને માંજલપુર વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી.
ઊંધિયું ગ્રીન બને તે માટે તેમાં રંગનો ઉપયોગ કરાયો છે કે કેમ, જલેબીમાં કૃત્રિમ રંગ વાપર્યો છે કે કેમ તેમજ ચીકી બનાવવા માટે ગોળ તલ અને સીંગદાણાની ક્વોલિટી બરાબર છે કે નહીં તે જાણવા માટે નમૂના લીધા હતા. જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. ત્રણ દિવસ અગાઉ હાથ ધરેલા ચેકિંગમાં ૨૦ નમુના ચકાસવા માટે લીધા હતા.