ચોમાસામાં રસ્તા બિસ્માર બનવાના કારણે સ્થાનિકો-વાહનચાલકોને અવરજવરમાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે…!
વડોદરા : જિલ્લામાં એક તરફ મેઘરાજાની મહેર વરસી રહી છે અને બીજી તરફ વરસાદના કારણે ધોવાતા રસ્તા અને મસમોટા જોખમી ખાડાઓથી વાહનચાલકો-નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેમાં ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડ વરસાદમાં સાવ ધોવાઈ ગયા છે.
આ માર્ગો પર પડેલા મોટા ગાબડાંથી નાના-મોટા અકસ્માતો સર્જાવાની ભિતી સર્જાવા પામી છે, જેથી ચોમાસામાં રસ્તા બિસ્માર બનવાના કારણે સ્થાનિકો-વાહનચાલકોને અવરજવરમાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. આથી ખાડાઓ વહેલી તકે પુરવા નગરજનોની માંગ થવા પામી છે.
- Ravi Patel, Vadodara