Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

વડોદરા : દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા ભગીરથ પ્રયાસ…

  • દિવ્યાંગ મહિલા ક્રિકેટને પ્રોત્સહન આપાવા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેશ મહેતા અને કોચ શ્રી નિતેન્દ્ર સિંહએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યાં…

  • મોટા ફોફળીયામાં દેશભરની ૫૦ દિવ્યાંગ મહિલાઓનો ૧૫ દિવસય ક્રિકેટ કેમ્પ યોજાયો…

  • બાંગ્લાદેશ સામે મોટા ફોફળીયા, વડોદરા અને કલકત્તામાં રમાશે મેચ : ગુજરાતની ૬ ખેલાડીઓનો ઈન્ડિયા-એમાં અને ૫ ખેલાડીઓનો ઈન્ડિયા-બીમાં સમાવેશ…

વડોદરા :  દિવ્યાંગ મહિલા ક્રિકેટને પ્રોત્સહન આપાવા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેશ મહેતા અને કોચ શ્રી નિતેન્દ્ર સિંહએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યાં છે. આ માટે દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ૧૫ દિવસય ક્રિકેટ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં દેશભરની ૫૦ દિવ્યાંગ મહિલાઓ ભાગ લીધો હતો. જેની ફળશ્રૃતિના ભાગરૂપે ગુજરાતની ૬ દિવ્યાંગ મહિલા ખેલાડી ઇન્ડિયા-એમાં સ્થાન પામી છે અને ઇન્ડિયા-બીમાં ૫ ખેલાડીઓનો સમાવેશ થયો છે. તેમજ માર્ચ-૨૦૨૦માં દિવ્યાંગ મહિલાઓની બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ ત્રણ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ મોટા ફોફળીયા, વડોદરા અને કલકત્તા ખાતે રમાશે.

દિવ્યાંગ મહિલા ક્રિકેટર્સના પોત્સાહક બનેલા ધારાસભ્ય શ્રી શૈલેશ મહેતાએ જણાવ્યું કે, દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને સમાજમાં સન્માનજનક સ્થાન મળે અને પગભર થઈ શકે તેમજ વડાપ્રધાન શ્રી મોદીના મહિલા સશક્તિકરણના અભિયાનને આગળ ધપાવવા ૧૫ દિવસીય ક્રિકેટ કેમ્પનું મોટા ફોફળીયા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે આ કેમ્પમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, રહેવાની, જમવાની સહિતની સુવિધા પૂરી પાડવા બદલ સી.એ. લર્નિંગ ઇન્સ્ટિસ્યુટના સંચાલક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અને મેઘનાબેન આભાર માન્યો હતો. તેમજ દિવ્યાંગ  મહિલા ક્રિકેટરોને ક્રિકેટની સાધન સામગ્રી પૂરી પાડવા બદલ બરોડા ક્રિકેટ એસોસિએશનનો આભાર પ્રગટ કર્યો હતો.

બરોડા ક્રિકેટ ઓસોસિયનના શીતલભાઈએ જણાવ્યું કે, આજે અન્ડર-૧૬ અને ૧૭માં રમવા માટે પુરતી મહિલા ખેલાડીઓ મળતી નથી. ત્યારે ૫૦ જેટલી દિવ્યાંગ મહિલા ખેલાડીઓ કેમ્પ યોજવો સામાન્ય બાબત ન કહેવાય. દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને સમાજમાં એક નવી ઓળખ મળે અને ક્રિકેટમાં રસ લેતા થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

  • Ravi Patel, Vadodara

Related posts

ઉમરેઠ : પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

સી.આર.પાટીલનો હુંકાર : ચૂંટાયેલા પ્રતિનિધિ ધમકાવે તો મને ફરિયાદ કરજો…

Charotar Sandesh

મકરસંકરાંતિ નિમિત્તે વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-ચીક્કીનું વિતરણ કરાયું

Charotar Sandesh