Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા પોલીસમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીનો આંક ૩૧ થયો…

પોલીસના ૩૦૦ સેમ્પલમાંથી ૩૧ કોરોના પોઝિટિવ…

અમદાવાદ : સામાન્ય પ્રજાજનોની માફક જ પોલીસ તંત્રમાં પણ કોરોનાનો ડર ડોકાઈ રહ્યો છે. ૨૪ જ કલાકમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ૯ પોલીસકર્મીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેર પોલીસમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીનો આંક ૩૧ થયો છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોઝિટિવ આવ્યાં પછી હવેલી પોલીસના કુલ ૨૯ કર્મચારી ઉપરાંત કોરોના કરફયૂગ્રસ્ત વિસ્તારના કુલ ૩૦૦ પોલીસકર્મીના સેમ્પલ છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન લેવાયાં હતા. અંદાજે ૨૫૦ના રિપોર્ટ આવ્યાં, તેમાં ૩૧ પોલીસને કોરોના પોઝિટિવ જણાયો છે.

ધારાસભ્ય ખેડાવાલા કોરોનાગ્રસ્તોની સેવા માટે દોડધામ કરતાં હતાં, તેમની સાથે ગાયકવાડ હવેલી પી.આઈ. એન.એન. પરમાર, ઈન્ચાર્જ એસીપી અશ્વિન પટેલ ઉપરાંત ૨૯ પોલીસના ટેસ્ટ લેવાયાં હતાં. હવેલી પોલીસના એક પીએસઆઈ સહિત ૯ પોલીસને કોરોના પોઝિટિવ આવ્યો છે. હવેલી પી.આઈ. અને એસીપી હોમ કોરેન્ટાઈન છે અને રિપોર્ટ આવવાનો બાકી છે. શહેરના ૩૧ પોલીસ કર્મી ઉપરાંત પોલીસ પરિવારના બે સ્વજનોને પણ કોરોના જણાયો છે.

ખાખી વર્દીમાં કોરોનાનો રોગચાળો શરૂ થતાં અનેક પોલીસકર્મી પરિવારથી દૂર રહેવા લાગ્યાં છે. સ્વજનને ઘરમાં જ એકલા મૂકી અથવા તો ગામડે મૂકી આવી અનેક પોલીસ કર્મચારી હોટલમાં રહેવા લાગ્યાં છે. પોલીસલાઈનોમાં ચેપ ફેલાતો અટકાવવા માટે કોરેન્ટાઈન કરાયેલા ઉપરાંતના પોલીસકર્મી ઈચ્છે તો હોટલમાં રહી શકે તેવા આયોજન કરાયાં છે.

Related posts

ગુજરાતમાં શિયાળો જામ્યો, ૨ દિવસ કોલ્ડવેવની આગાહી : ગિરનાર થીજી ગયો, આબુમાં બરફની ચાદર

Charotar Sandesh

ડ્રગ્સનાં રવાડે ચડ્યું યુવાધન, વડોદરા શહેરમાં નશાની હાલતમાં ૫૬ શંકાસ્પદ ઝડપાયા…

Charotar Sandesh

ઉત્તર-મધ્ય ગુજરાતના ખેડૂતોને હવે ૧૦ કલાક વિજળી મળશે…

Charotar Sandesh