કોરોનાની મહામારી વચ્ચે રોજબરોજનો રોટલો કમાતા જરૂરિયાતમંદ પરિવારોને એક અઠવાડિયાનું રાશન વિનામૂલ્યે વિતરણ…
વડોદરા : કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સૂચન અનુસાર દેશભરમાં લોક-ડાઉન ચાલી રહ્યું છે.
આ લોક ડાઉન દરમિયાન બિલ ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના કાર્યકર્તાશ્રીઓ અને જય રણછોડ ગ્રુપ બિલ ગામ સંચાલિત જય રણછોડ ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા એક અઠવાડિયાનું રાશન વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આમ, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે આપણે સૌ કોઈ ધ્યાન રાખવું જોઈએ તેમજ કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ તેવી અપીલ કરાઈ છે.
- Ravi Patel, Vadodara