માંજલપુર પોલિસ સ્ટેશનના પીઆઈને રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગ કરવામાં આવેલ છે…
વડોદરા : જિલ્લાના બીલ ગામ સહિત વિસ્તારોમાં તસ્કરોનો આતંક મચ્યો છે, જેને લઈ ગ્રામજનો-દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો છે, આ બાબતે માંજલપુર પોલિસ સ્ટેશનના પીઆઈને રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગ કરવામાં આવેલ છે.
આ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે કે, બીલ ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસથી ચોરીનું પ્રમાણ વધી રહેલ છે. રાત્રે દુકાનોના શટર તુટે છે, નાના ગલ્લાઓના તાળા તેમજ બાઈકોની ચોરી-ગાડી-ટ્રેક્ટરની બેટરીઓની ચોરીનું પ્રમાણ વધવા પામેલ છે. તેથી રાત્રીના ૧ર વાગ્યા બાદ બીલ ગામ તથા આજુબાજુના સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકમાંગણી છે.
- Ravi Patel, Vadodara