વડોદરા : શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયનું ગતરોજ ૧૬ એપ્રિલના રોજ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેના વિશે તેમના મિત્રો દ્વારા તેમને માહિતી મળી હતી. ફેસબુક એકાઉન્ટ પર ૧,૦૦૦ અને ૨,૦૦૦ જેવા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેના મિત્રો દ્વારા જાણ થતાં ડોક્ટર વિજય શાહને પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે તેમ માલુમ પડ્યું હતું. જેના આધારે તેમણે ફેસબુક કંપનીમાં આ સંદર્ભે ફરિયાદ આપી છે. તદુપરાંત તેમના મિત્રોને સજાગ રહેવાનું જણાવ્યા હતું.
તેમણે જણાવ્યા, ૧૬ એપ્રિલના રોજ બે કલાક માટે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. જે માહિતી તેમના મિત્રો દ્વારા તેમને મળી હતી. એકાઉન્ટ હેક કરીને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સાયબર ક્રાઇમમાં હજી સુધી ફરિયાદ કરવામાં આવી નથી.