Charotar Sandesh
ગુજરાત

વતન જવાને લઈ શ્રમિકોમાં ધીરજ ખૂટી, અમદાવાદમાં પથ્થરમારો…

રાજકોટ બાદ હવે અમદાવાદમાં શ્રમિકોનો હોબાળો…

પોલીસે ટિયરગેસના સેલ અને લાઠીચાર્જ કર્યો, ૧૦૦ જેટલા શ્રમિકોની અટકાયત બાદ પરિસ્થિતિ કાબુમાં…

અમદાવાદ : વતન જવાને લઈ હવે શ્રમિકોમાં ધીરજ ખૂટી ગઈ છે. અને એક નાનકડી અફવાને લઈને પણ શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટ બાદ હવે આજે અમદાવાદના IIM રોડ પર શ્રમિકોનો હોબાળો સામે આવી રહ્યો છે. આજે અમદાવાદના IIM રોડ પર પરપ્રાંતિય શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે શ્રમિકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સ્થિતિને પહોંચી વળવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વતનમાં જવાની માંગ સાથે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચાલું કરી દીધું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વતન જવાને જીદને લઈને હવે શ્રમિકોએ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે ૪ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ, ઝોન ૧ સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી છે.

આજે શ્રમિકોના ટોળાએ IIM રોડ પર આવી ગયા હતા. પોલીસે તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી શ્રમિકોનું ટોળું વિખેરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સપાસમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં રહેતા મજૂરોની ઓરડીમાં પોલીસે કોમ્બિન્ગ શરૂ કરી ૩૦થી વધુ પરપ્રતિયોની અટકાયત કરી છે. હાલમાં આખા વિસ્તારમાં રહેલા તમામ શ્રમિકોને પોલીસ ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. આ પથ્થરમારામાં ટીઆરબીની મહિલા જવાન ઘાયલ થઈ હતી. ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને ૧૦૦ જેટલા શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલીસે અટકમાં લીધેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને જેટલા પણ તોફાની તત્વો હશે તેમની ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ રાજકોટમાં શાયર વેરાવળ હાઈવે પર વતન જવા માટે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠાં થયા હતા. તેવામાં અફવા ઉડી કે ટ્રેન કેન્સલ થઈ છે. જે બાદ શ્રમિકોએ ભારે હોબાળો મચાવી પથ્થરમારો કર્યો હતો. અને ખાનગી ચેનલનાં પત્રકાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. અને ગાડીઓનાં કાચ પણ તોડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ૨૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. કોરોનાના રિપોર્ટ બાદ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

સંવેદનશીલ સરકારમાં ચાલતી BRTS બસો બેફામ…! સલામત સવારી કે મોતની સવારી..?

Charotar Sandesh

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરી : ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત, જાણો

Charotar Sandesh

ઉડતા ગુજરાત : ગાંધીનગરમાંથી ૭.૫૦ લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ…

Charotar Sandesh