મુંબઈ : અભિનેતા અનુપમ ખેર એ કલાકારોમાંથી એક છે જે હંમેશા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. જીવન સાથે જોડાયેલ કોઈ કિસ્સો હોય કે રાજનીતિની કોઈ વાત સામાજીક મુદ્દો હોય હંમેશા જાહેરમાં કોઈ સંકોચ કે છોછ વગર બોલે છે અને પોતાનો અભિપ્રાય જાહેર કરે છે. હાલમાં જ તેમણે કહ્યુ કે ૨૫ મે તેમના માટે ક્યા કારણે ખાસ છે.
અનુપમ ખેરે ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમા તેઓ વર્કઆઉટ કરતા દેખાઈ રહ્યા હતા. આ વીડિયો શેર કરતા અનુપમે લખ્યુ કે સલમાન, અક્ષય અને અનિલને દીલથી ધન્યવાદ જેણે જીવનમાં વર્કઆઉટનું મહત્વ સમજાવ્યુ.
થોડા દિવસ પહેલા અનુપમ ખેરે ૩૭ વર્ષ જુની તસવીર શેર કરી છે. આ કેપ્શનમાં તેમણે લખ્યુ હતુ કે આ ૩૭ વર્ષ જૂની તસવીર છે જેમાં મનોરંજન જગતના કેટલાક મશહુર નામ છે, આ તસવીર ૧૯૮૩માં એક સ્ટેજ પરફોર્મન્સ પછી લેવામાં આવી હતી.
અનુપમ ખેર હાલ લોકડાઉનને લઈને તેમના ઘરમાં જ છે. લોકડાઉન પહેલા જ તે ન્યૂયોર્કથી ભારતમાં આવ્યા હતા. લોકડાઉન પછી તેઓ પોતાના પરિવારથી દૂર છે.અનુપમે લોકોને કોરોના સામે લડવા જાગૃતિ ફેલાવી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પણ અપીલ કરી છે.