વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ભારતને ઝાટકો…
ન્યુ દિલ્હી : ર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને હરાવી હતી. રવિવારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડે બે મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડને ૧-૦થી હરાવ્યું.
સિરીઝની શરૂઆત પહેલા ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાને હતી. પરંતુ આ જીત સાથે, ટીમે ત્રણ રેટિંગ મેળવી અને ટોચ પર પહોંચી ગઈ. હવે તે ૧૨૩ રેટિંગ્સ સાથે આગળ છે. ટીમ ઈન્ડિયા ૧૨૧ રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૦૮ રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમ ૧૦૭ ના રેટિંગ સાથે ચોથા ક્રમે છે.
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે ન્યુઝીલેન્ડે ૨૨ વર્ષ રાહ જોવી પડી હતી. અગાઉ, તે છેલ્લી ચાર સિરીઝમાંથી ત્રણમાં હાર્યુ હતુ, જ્યારે એક સિરીઝ ડ્રો હતી. છેલ્લી વખત કીવી ટીમે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી તે ૧૯૯૯માં હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઉ્ઝ્રની ફાઇનલ ૧૮-૨૨ જૂન દરમિયાન સાઉથમ્પટનમાં રમાશે. આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમ ઈન્ડિયા પર માનસિક દબાણ લાવી ચુક્યુ છે. કિવિ ટીમે ઇંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આઈસીસીના વાર્ષિક અપડેટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમે હતી . મે મહિનામાં બહાર પડેલા આઇસીસીના વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારત પાસે ૧૨૧, જ્યારે ન્યુઝીલેન્ડના ૧૨૦ રેટિંગ પોઇન્ટ છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર ૨-૧થી હરાવ્યું હતું. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ૩-૧થી જીત મેળવી હતી. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે ૨-૦થી શ્રેણી જીતવામાં સફળ રહી હતી. વાર્ષિક અપડેટમાં મે ૨૦૨૦ પછી તમામ મેચના પોઇન્ટ ૧૦૦ ટકા રાખવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લા બે વર્ષના મેચોના પોઇન્ટ ૫૦ ટકા રાખવામાં આવ્યા હતા.