Charotar Sandesh
ઈન્ડિયા

વિંગ કમાન્ડર અભિનંદનનું રાજસ્થાનમાં પોસ્ટિંગ કરાયું

૬૦ કલાક સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહેલા ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું પોÂસ્ટંગ રાજસ્થાનના સૂરતગઢ એરફોર્સ બેઝ પર થયું છે. ઉલ્લેખનીય છે કે, ફાઇટર પ્લેનોની ડોગ ફાઇટ બાદ ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાને અભિનંદનની ધરપકડ કરી કેદી બનાવી લીધો હતો. ગત શનિવારે તેમણે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો.
વાયુ સેના અધિકારી અભિનંદનનું રાજસ્થાનમાં આ પહેલું પોસ્ટંગ નથી. આ પહેલા પણ બીકાનેરમાં પોતાની સેવાઓ આપી ચૂક્્યા છે. અભિનંદને થોડા સમય સુધી રાજસ્થાનમાં જ પોતાનો અભ્યાસ પણ કર્યો છે. મૂળે, અભિનંદનનના પિતા પણ ભારતીય વાયુસેનામાં અધિકારી રહી ચૂક્્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ રાજસ્થાનમાં પણ ફરજ બજાવી છે.
વાયુ સેનાએ જાકે, ગોપનીયતાનો હવાલો આપતા અભિનંદનના હાલના પોસ્ટંગ વિશે કોઈ વિસ્તૃત જાણકારી નથી આપી. માત્ર એટલું જણાવ્યું છે કે તેમને રાજસ્થાનમાં તહેનાત કરવામાં આવ્યા છે. વાયુ સેનાના પ્રોટોકોલ મુજબ જ્યારે પણ કોઈ પાયલટનો હેલિકોપ્ટર કે પ્લેન દુર્ઘટનાનો શ્કાર થઈ જાય છે તો તે પાયલટને ઉડાણ ભરવાથી રોકી દેવામાં આવે છે અને તેને માત્ર જમીની સેવાઓ માટે રાખવામાં આવે છે. જાકે, અભિનંદનના મામલામાં અલગ રીતે જાઈ શકાય છે.

Related posts

પ્રિયંકા ગાંધીએ કર્યા BJP પર પ્રહારો : મોદી હૈ તો મુમકિન હૈ…દેશ ખતરામાં, અવાજ ઉઠાવો…

Charotar Sandesh

ભારતમાં કોરોનાને લઈ ૨૬મી જાન્યુઆરીએ વિદેશી મહેમાન હાજરી નહીં આપે

Charotar Sandesh

કેજરીવાલે કહ્યું – દિલ્હીમાં જો હોસ્પિટલમાં બેડ ભરાયા, તો થશે લોકડાઉન…

Charotar Sandesh