Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

વિવિધ જીલ્લાઓમાં કમોસમી વરસાદઃ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં મોટું નુકશાન…

છોટાઉદેપુર, કવાંટ અને રાજપીપળામાં વરસાદ સાથે કરા પડ્યા…

ગાંધીનગર : રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગત રોજ કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે અહીયા કમોસમી વરસાદે આગમન કર્યું છે.જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે, અને લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ છે, કે સરકાર આ સમયે તેમના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરે.
અરવલ્લી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. સમગ્ર અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદથી ઉભો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા. સાપુતારામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવેલ છે.અને અહીયા ચોમાસા જેવો માહોલ માર્ચ મહિનામાં જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે ગિરિકન્દ્રામાં પણ ગાઢ ધૂમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી.જેથી અદ્દભૂત દ્રશ્યો સર્જાયા હતા.
નસવાડી તાલુકામાં બરફના કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો સાથે સીસીઆઈને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે..સીસીઆઈએ ખરીદી કરેલો કપાસ પલળી ગયો.સીસીઆઈએ ૩૨ હજાર ક્વિન્ટલ અને ૭૦૦ રૂપિયા પ્રતિ નંગથી ખરીદેલી ગાસડીઓ જીનમાં પડી હતી.તે પલળી ગઈ છે..પાણીનો નિકાલ કરવા રોજમદારો કર્મચારીઓ જોતરાયા..આ ઉપરાંત તલ, મકાઈ સહિતનો પાક બગડ્યો છે.

Related posts

સ્કૂલમાં ૨૦માંથી ૨૦ ઈન્ટરનલ ગુણ અને બોર્ડની પરીક્ષામાં ફેઈલ : ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ…!

Charotar Sandesh

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બુથ ચલો અભિયાન અંતર્ગત કોંગ્રેસના ૮ વચનોની પત્રિકાનું વિતરણ કરાયું

Charotar Sandesh

ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે : મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે…

Charotar Sandesh