Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ

વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”


કવિતા :
તું શું કામ આટલો સંતાપ લઈ બેઠો છે
છોડ ને બધી માથાકૂટ
તારો બાપ બેઠો છે હજી!

જિન્સ ટીશર્ટ સ્કેચર બધું મળશે
સઘળી નિરાશા કોરાણે મૂક
માપ લઈ તારો બાપ બેઠો છે હજી!

જીવનની ઠોકરથી ફાંસો કે હાથે કાપો ના દેતો
ભવિષ્યની ચિંતામાં મને ના છોડતો
ગોઠવણ બધી કરી તારો બાપ બેઠો છે હજી!

વરસાદને કહે વરસવું હોય મન મૂકીને વરસે
સમગ્ર ધરાને સૂકવવા
રવિ નો તડકો લઈ તારો બાપ બેઠો છે હજી!

ક્યારે હતાશ કે નિરાશ ન થઈશ બેટા
જરૂર પડે ત્યારે માગી લેજે
ફાટેલી ખમીસ ભરી ને તારો બાપ બેઠો છે હજી!

લડવાનું થાય તો કહેજે જેને બોલાવો હોય એને બોલાવે
છાતીના બે બટન ખોલીને
તારો બાપ હજુ બેઠો છે હજુ!


વાર્તા :
મને યાદ છે જ્યારે હું ક્લિનિક સાયકોલોજી સાથે માસ્ટર કરતો હતો ત્યારે મારા એક પીએચડી મિત્ર નિકુંજ પટેલ એક નાની વાત કહી હતી જે મને આજે પણ યાદ છે કે પિતા હંમેશા બાળકના ભવિષ્ય ને લઈને કઠોર થતા હોય છે તે પણ બાળકનું હિટ જોઈતા હતા.
એક ચિત્રકાર હતો અને એટલા ખૂબ સરસ ચિત્ર બનાવતો હતો. તેના એક એક ચિત્રની એટલી બધી પ્રશંસા થતી હતી કે તે વધુ ને વધુ મહેનતથી એક એક અદ્ભુત ચિત્ર બનાવતો હતો. પરંતુ તેના કોઈપણ સુંદર ચિત્રમાં તેના પિતાની એક જ કૉમેન્ટ હોય કે ‘ઠીક છે’ આવું ચિત્ર તો કોઈપણ બનાવી શકે!
એટલે દિકરો પિતા ને ખુશ કરવા માટે તેનાથી પણ વધુ સુંદર ચિત્ર બનાવે પાછો એક જવાબ મળે. એટલે દિકરો વધુ ને વધુ સુંદર ચિત્ર બનાવતો ગયો અને ખૂબ નામના કમાયો પરન્તુ પિતાને ખુશ ન હોતો કરી શકતો.

એક દિવસ દીકરાને વિચાર આવ્યો અને તમામ શક્તિનો ઉપયોગ કરીને એક અદ્ભુત ચિત્ર બનાવ્યું જેને કોઈપણ વ્યક્તિ જોઈને જ કહે કે વાહ શું ચિત્ર છે? તે ચિત્ર ને દીકરા એ એક ગાર્ડનમાં બે વૃક્ષની વચ્ચે પાંદડાઓ વચ્ચે અડધું દેખાય તેવી રીતે છૂપાવી દીધું. પછી પિતાની સાથે તેજ બગીચામાં ફરવા માટે નીકળ્યા ત્યારે તેના પિતાની નજર ત્યાં છુપાવેલી જગ્યાએ પડી. અને દીકરાને તે બહાર કાઢી લાવવા કહ્યું. દિકરો તે ચિત્રને બહાર કાઢી લાવ્યો ત્યારે તેના પિતા એ કહ્યું કે ‘વાહ આ જે કોઈપણ ચિત્રકાર છે એ લાજવાબ છે આવું સુંદર ચિત્ર મે ક્યારે નથી જોયું અદભુત’
ત્યારે દિકરો બોલ્યો કે પિતાની આ ચિત્ર મે બનાવ્યું છે અને તમને બતાવા માટે જ મે આ પ્લાન કર્યો હતો. આ સાંભળી પિતાજી એટલું જ બોલ્યા કે “બેટા હવે આજ પછી તું આનાથી વધારે સુંદર ચિત્ર નહી બનાવે શકે.

નાની વાર્તાનો ભાવાર્થ એ છે કે તેના પિતા તેનો દિકરો વધુ ને વધુ સુંદર ચિત્ર બનાવી શકે એટલે જ તેના સંભળાતા વખાણ નહોતા કરતા અને પુત્ર પણ પિતાને ખુશ કરવા માટે વધુ ને વધુ સારું ચિત્ર બનાવતો ગયો. બહારથી કઠોર દેક્ષતા પિતા માટે અંદરથી તો લગણનીના ઘણા બધા ફુવારા ઊડતાં હોય છે.


લેખ :
દરેક પિતાના આ શબ્દો હોય છે. જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી પોતાના સંતાન માટે કોઈપણ કાર્ય હોય કે આવનારી મુશ્કેલી હોય પિતાની હાજરી હુંફ અને પાછળ ઉભેલા સૈન્ય જેટલી શક્તિ હોય છે.

વિશ્વમાં ઉજવાતા અનેક ડે પર જ્યારે શુભકામના આપવામાં આવે છે ત્યારે વિશ્વ ફાધર્સ ડે વિશે પણ ખૂબ લખી શકાય એમ છે. કોઇપણ યુગમાં પિતાની ભૂમિકા બહારથી મક્કમ, દ્રઢ, જટિલ રહી છે પરંતુ અંદરથી કોમળ હોય છે જે તમને જાહેરમાં કોઈ વ્યહવાર સમયે નઈ જોવા મળે. પિતા પોતાની ફરજ જવાબદારી પરિપૂર્ણ કરી કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ રજૂ કરતાં હોય છે. તેથી જ તેમને સમજવામાં ગેરસમજ ઊભી થાય છે. કડક અને કઠોર નિર્ણય લેવાના કારણે તેનામાં લાગણીનું તત્વ ઝડપથી નજરે નથી આવતું પરંતુ પોતાના સંતાન માટે કંઈપણ કરી છૂટે છે. હોસ્ટેલમાં ભણતા દીકરાને કેટલા પૈસા જોઈએ છે એ બધું જ ખબર હોવા છતાં વધારે પૈસા આપી દે છે. ભલે ને દીકરો છે દીકરી છે ઉમર છે તો મોજશોખ કરવા દો. તમામ તબક્કે પોતાની ફરજ પૂરી કરી છે. જીનલ પોતાના પિતા પર લખાયેલા લેખમાં કહે છે કે સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ???? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.

તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે. પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી.પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.
જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે, પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે. કારણ કે,
બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ….ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે…..પણ, હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે, પિતાએ જ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે, તો ભલે. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?

  • પિન્કેશ પટેલ
    “કર્મશીલ ગુજરાત”
    ‘હું તો બોલીશ’

Related posts

આજે વિશ્વ પર્યાવરણ દિન : પર્યાવરણના આધારસ્તંભ એવા વૃક્ષો સાથે વફાદાર સંબંધનો વાયદો કરીએ…

Charotar Sandesh

આ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ… જાણો કેટલા છે ફોલોઅર્સ…?

Charotar Sandesh

पितृ पक्ष विशेष : श्राद्ध से जुड़ी कई ऐसी बातें हैं जो बहुत कम लोग जानते हैं !

Charotar Sandesh