દેશની રાજધાની દિલ્હીના રસ્તા પર એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરો અને છોકરી એકબીજાને બાઈક પર હગ અને કિસ કરતા દેખાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, છોકરો બાઈક ચલાવી રહ્યો હતો, જ્યારે છોકરી આગળ ટાંકી પર બેસીને છોકરાને હગ કરીને તેને કિસ કરતી દેખાઈ હતી. યુવા કપલની આ ગતિવિધિના 18 સેકન્ડના વીડિયોને દિલ્હીના IPS એચ. જી. એસ. ધાલીવાલે શેર કર્યો હતો.
તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મોટર વ્હિકલ એક્ટમાં નવા સેક્શનની જરૂર છે. ત્યારબાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં કપલ બાઈક સ્ટંટ કરતું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં કપલનો ચહેરો અને બાઈકનો નંબર નથી દેખાઈ રહ્યા.
આ મામલો રાજૌરી ગાર્ડન ક્રોસિંગનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ વીડિયોની તપાસ કરી રહી છે. DCP (પશ્ચિમ) મોનિકા ભારદ્વાજે અપીલ કરી છે કે, વીડિયો શૂટ કરનાર વ્યક્તિ તેમને આવીને મળી અને આ મામલા અંગે વધુ જાણકારી આપે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મામલો IPCના સેક્શન 279 (ખતરનાક ડ્રાયવિંગ)નો બને છે.