Charotar Sandesh
ધર્મ ધર્મ ભક્તિ

વૈશ્વિક પરિવર્તન પ્રારંભ…!

આ વર્ષે આ દુનિયા ને બદલી નાખી છે કે જેમાં આપણે જીવી રહ્યા છીએ. આપણી જીવનશૈલી, આદતો અને
સંબંધોમાં આપણે પરિવર્તનનો અનુભવ કર્યો છે. આ કટોકટીએ સમાજ માં ભય, હતાશા આત્મહત્યા, કટોકટી અને અરાજકતા જેવા ભાવ ને ઉમેરી દીધા છે. કુદરતી આફતો દિનપ્રતિદિન વધી રહી છે
પણ આત્મીયજનો પરમસત્ય એ છે કે સર્વોચ્ચ શક્તિ આપણને આ બધી આંધાધુંધી માં માર્ગે થી
પરમશાંતિ ની તરફ લઇ જઈ રહી છે. સૂચવે છે કે આ બધી જ મુશ્કેલીઓ ને નિવારવાનો માર્ગ છે “પરિવર્તન.”

મૈત્રીબોધ પરિવારના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા મૈત્રેયદાદાશ્રીજીએ ભવિષ્ય માટે વધુ સારું વિશ્વ બનાવવાની
દિશામાં કામ કરવા ઇચ્છતા પ્રત્યેક લોકો માટે ‘વૈશ્વિક પરિવર્તન નો કાર્યક્રમ’ રજૂ કર્યો છે. ૨ વર્ષના
સમયગાળામાં ૨૫ અભ્યાસક્રમો થી લોકચેતના જગાવી છે. આ કાર્યક્રમમાં આત્મદર્શન અને આત્મચિંતન
ના પ્રયોગો દ્વારા પરમસત્ય ના જ્ઞાનની ઓળખ આપી છે આ પરિવર્તનની યાત્રાના પગલે પગલે તમને
તમારા અંતરઆત્માની ઓળખ થતી જશે જેથી તમારી આંતરિક શક્તિઓ સાથે તમારો મેળાપ થશે .

મૈત્રી બોધ પરિવાર ૨૦૧ ૩ થી આધ્યાત્મિકતા દ્વારા માનવ ચેતનાના ઉત્થાન માટે કાર્યરત છે.
મૈત્રેયદાદાશ્રીજીએ બધા આધ્યાત્મિક આગેવાનો ને, આધ્યાત્મિક ગુરુઓને અપીલ પણ કરી છે કે તેઓ
આંતરિક પરિવર્તન માટે અને તેમના અનુયાયીઓને, તેમના શિષ્યોને નિ: સ્વાર્થ પ્રેમ અને શાંતિથી ભરેલી વધુ
સારી દુનિયા બનાવવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપે.

તો આવો પરિવર્તન ની આ પહેલ માં જોડાઈ ને તમારા આંતરિક વિકસ તરફ પહેલું પગલું માંડો
અને પરિવર્તન પામો.

Related posts

गौओं के सिंगकी जड़में सदा ब्रह्मा और विष्णु प्रतिष्ठित है। जानिए गौओंका माहात्म्य

Charotar Sandesh

ધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…

Charotar Sandesh

વડતાલ : પ્રભુને ચંદન, પીસ્તા અને કેશરના વાઘાનો શણગાર

Charotar Sandesh