કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે પોતાના હેલિકોપ્ટરને લઇને વાતચીત થઇ રહી છે. વીડિયોમાં રાહુલ અને પ્રિયંકા વચ્ચેની મજબૂત બોન્ડિંગ સ્પષ્ટ દેખાય છે. કહેવાય છે કે આ વીડિયો કાનપુર એરપોર્ટનો છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થવા માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી કાનપુર એરપોર્ટ પહોંચે છે. અહીંથી રાહુલ ગાંધી રાયબરેલી માટે તો પ્રિયંકા ઉન્નાવ માટે રવાના થાય છે. આ પહેલા બંને પોતપોતાના હેલિકોપ્ટર વિશે વાત કરે છે. વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે કે, પ્રિયંકા ઓછા અંતરનો પ્રવાસ કરે છે, પરંતુ તેને મોટું હેલિકોપ્ટર મળ્યું છે.
મજાકના માહોલમાં રાહુલ ગાંદીએ કહ્યું કે હું લાંબા અંતરનો પ્રવાસ ખેડીને પ્રચાર કરવા જઇ રહ્યો છું, પરંતુ મને નાનું હેલિકોપ્ટર મળે છે, પરંતુ હું પોતાની બહેનને પ્રેમ કરું છું. આ દરમિયાન પ્રિયંકાએ પણ રાહુલ ગાંધી સાથે મજાક કર્યો. બાદમાં બંને પોતાની ચૂંટણી રેલી માટે રવાના થયા હતા.