– મહારાષ્ટ્રના રાજકારણીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
– કોંગ્રેસ-એનસીપીએ ફ્લોર ટેસ્ટની જલ્દી માંગ કરી છે
– ફડણવીસ-અજિત પવારને બતાવવાનુ છે સમર્થન પત્ર
હવે થોડી જ વારમાં સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મમાલે સુનાવણી શરૂ થશે. શિવસેના તરફથી અનિલ દેસાઈ, ગજાનન કાર્તિકર, અરવિંદ સાવંત સુર્પીમ કોર્ટ પહોંચી ગયા છે.
રાજ્યપાલને પત્ર સોંપી શકાય છે. ત્રણેય પાર્ટીઓ શિવસેના-કોંગ્રેસ-એનસીપી આજે રાજ્યપાલ બધા ધારાસભ્યોને સમર્થન પત્ર સોંપી શકે છે. આ પત્ર કોર્ટમાં સુનાવણી પહેલા જ સોંપવામાં આવશે.
કોંગ્રેસ-એનસીપી-કોંગ્રેસ દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપવામાં આવશે. તેમા દાવો કરવામાં આવશે કે બધા ધારાસભ્ય એનસીપીની સાથે છે. અજિત પવાર સાથે નથી.
બીજેપી સતત દાવો કરી રહી છે કે તેમની પાસે બહુમત છે પણ શિવસેના-એનસીપી-કોગ્રેસનુ કહેવુ છે કે બહુમત તેમની પાસે ચે અને જે ધારાસભ્ય અજિત પવાર સાથે ગયા હતા તે પરત આવી ગયા છે. શિવસેના તરફથી સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યુ છેકે બીજેપીમાં જો હિમંત છે તો તે 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરીને બતાવે.