Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

શાકભાજીના ભાવમાં ભડકો… ૪૦ ટકાનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું…

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે સિઝનનો ૧૪૧ ટકા વરસાદ પડતા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થતા શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, રસોઈમાં સૌથી વધુ વપરાતી ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે. છેલ્લા ૧૦ દિવસના વરસાદથી શાકભાજીના ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજીના વેપારીઓ મુજબ હજુ દિવાળી સુધી સ્થિતિ આવી જ રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઓછાં થાય તેવી શક્યતા છે.

હાલ જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આની સૌથી વધુ અસર ગરબી અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. અમદાવાદના સરદારનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીના એક કિલોના ભાવ રૂ. ૬૦થી ૮૦ છે. ડુંગળીના ભાવ વધી જતાં પરિસ્થિતિ એવી બની છે કે, ગ્રાહકો હવે બટાકા પણ ખરીદતા નથી. વરસાદથી બજારમાં નવા શાકભાજી નથી આવી રહ્યા. જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા માર્કેટમાં હવે ગ્રાહકોની ભીડ પણ દેખાતી નથી. હજુ ૧૫-૨૦ દિવસ પરિસ્થિતિ આવી જ બની રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટી શકે છે.

Related posts

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

સીએટીની પરીક્ષામાં સુરતના ઋષિ પટેલે ૯૯.૯૯% સાથે ભારતમાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું…

Charotar Sandesh

વન્યજીવોના અવશેષો વેચતા ત્રણ ઝડપાયા

Charotar Sandesh