ઓડ ઇવન સિસ્ટમ અને બે શિફ્ટમાં ખુલી શકે છે શાળાઓ…
ગુજરાતની એક પણ શાળાઓમાં ફી નહીં વધે, વાલીઓને EMI નો વિકલ્પ મળશે…
સુરત : શહેરની ૧૬૪૩ શાળાઓમાં ૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉન-૪ બાદ ૮ જૂનથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ વગેરેને ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે શાળાઓ અને કોલેજોને ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો છે. બીજી બાજુ શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે નવા નિયમો અને ગાઈડલાઈન લાવી રહ્યાં છે. એટલે કે બાળકોએ હવે ચોપડાની સાથે સેનિટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝ પણ સાથે રાખવા પડશે. જોકે રાહતની વાત છે કે ચાલુ વર્ષે ગુજરાતની એક પણ શાળાઓમાં ફી વધારો નહીં કરાશે.
શાળા શરૂ થતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને સાવચેતીનાં દરેક પગલાં ઓનલાઈન સમજાવાશે.બાળકોએ ફરજિયાત ઘરેથી જ નાસ્તો અને પાણીની બોટલ લાવવી પડશે, શાળાના દરેક ક્લાસ માટે રીસેસનો સમય અલગ રહેશે. શનિવારે શાળા હાફ ડેના બદલે ફુલ ડે ચાલશે, રજાઓ ઓછી કરાશે. શાળા શરૂ થતાની સાથે ઓનલાઈન કલાસમાં કરાવેલ અભ્યાસનું પહેલા પુનરાવર્તન કરાવાશે.વિદ્યાર્થીઓએ મર્યાદિત પુસ્તકો અને સ્ટેશનરી લાવવાના રહેશે.જે વિદ્યાર્થીઓ મેડિકલ ફીટ નહિ હશે તેમને ઓનલાઈન ભણાવવામાં આવશે.
શાળાઓમાં ફી વધારો નહીં કરાશે, ફીમાં EMI સિસ્ટમ લાગૂ કરાશે.એન્ટ્રી ગેટ પર થર્મલ સેનિટાઈઝર ટનલ અને થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ જ સ્ટાફ અને વિદ્યાર્થીઓને એન્ટ્રી અપાશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બે લેયર વાળા માસ્ક અને ૨ જોડી ગ્લોવ્ઝ સાથે રાખવાના રહેશેશાળાઓને બે શિફ્ટમાં શરૂ કરાશેશાળાઓમાં સામૂહિક પ્રાર્થના બંધ કરાશે.શાળાઓમાં એકી-બેકી પધ્ધતિ શરૂ કરાશે, ધોરણ પ્રમાણે બેચ બનાવાશે. એક દિવસમાં માત્ર ૫૦% વિદ્યાર્થીઓને બોલાવાશે, એક બેન્ચ પર માત્ર ૨ વિદ્યાર્થીઓને બેસાડાશે.દરેક ક્લાસના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ૧૦ મિનિટનું અંતર રખાશે.પ્લેગ્રાઉન્ડ બાળકો માટે બંધ રખાશે, ક્લાસમાં જ વિવિધ એક્ટિવીટી અને યોગા કરાવાશે. દિવસમાં ૨ વખત શાળાઓને સેનિટાઈઝ કરાશે.
બને ત્યાં સુધી દરેક વાલીઓએ જ પોતાના બાળકને શાળામાં મુકવા આવવાનું રહેશે., બસની શાળા હોય તો તેમાં તેને દરેક શિફ્ટ પછી સેનિટાઈઝ કરવામાં આવશે, બસની એક સીટ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે, વિદ્યાર્થીઓએ બસમાં પણ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.બસમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે એક શિક્ષક સાથે રહેશે. વાન કે રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ વાલીઓએ કરાવવાનો રહેશે.