મુંબઇ : ચક્રવાત અમ્ફાને બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રવેશ કર્યો હતો અને ભારે વરસાદ સાથે ૧૫૫ કિમી પ્રતિ કલાકથી ૧૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારે નુકસાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાતને કારણે લગભગ ૮૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ તોફાનને કારણે થયેલા નુકસાન અંગે બોલિવૂડ કોરિડોર દ્વારા પણ અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. બોલિવૂડનાં કિંગ શાહરૂખ ખાને પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું ટિ્વટ ઘણું વાંચવામાં આવી રહ્યું છે.
શાહરૂખ ખાને પોતાની ટિ્વટમાં લખ્યું છે કે, “બંગાળ અને ઓડિશામાં ચક્રવાત અમ્ફાનનાં વિનાશથી પ્રભાવિત લોકો માટે મારી પ્રાર્થના, આશ્વાસન અને પ્રેમ. આ સમાચારથી હુ ખાલીપન અનુભવી રહ્યો છે. તેમાંથી દરેક મારા પોતાના છે. “મારા પરિવારની જેમ. અમે પરીક્ષાની ઘડીમાં મજબૂત રહેવુ જોઇએ જ્યા સુધી અમે ફરીથી એક સાથે હસી ન શક્યા.” શાહરૂખ ખાને આ વાવાઝોડાનાં કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.