Charotar Sandesh
ઈન્ડિયા

શિરડી સાંઇબાબા મંદિરમાં ભારતીય પરંપરાના કપડા પહેરી જવા લોકોને અપીલ કરાઇ…

શિરડી : મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે.
શિરડી ટ્રસ્ટેઆ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ પહેરીને મંદિરમાં આવે.
શિરડી સાઈબાબા મંદિર દેશ-વિદેશમાં વસતા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશમાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આ મંદિરમાં આવતા હોય છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અમુક મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, આ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે. જે બાદ દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
કપડાને લઈને આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું શિરડી સાંઈબબા મંદિર દેશનું પહેલું ધર્મસ્થાન નથી. આ અગાઉ પણ અનેક મંદિરોમાં કપડાને લઈને ખાસ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
કર્ણાટકના ગોકર્ણ સ્થિત આવેલા મહાબળેશ્વર મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે પારંપરિક વસ્ત્ર પરિધાન ધારણ કરવાના નિયમો છે. અહીં પુરુષો માટે ધોતી અને મહિલાઓ માટે સલવાર સૂટ અને સાડી પહેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શર્ટ, પેન્ટ, ટોપી અને કોટ પહેરીને અંદર જવાની મંજૂરી નથી.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી…

Charotar Sandesh

મોદી રાજમાં CBI,ઇડી રાજકીય બદલો લેવાની એજન્સી બની ગઇ : કોંગ્રેસ

Charotar Sandesh

PM કેર ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાના આદેશ આપી શકતા નથી : SC

Charotar Sandesh