સરકાર તેના ૪-૫ મિત્રોના ફાયદા વિશે જ વિચારી રહી છે…
ખેડૂત આંદોલનનો વહેલી તકે ઉકેલ લાવે સરકાર, મિસ્ટર મોદી તમને જે કામ માટે પસંદ કર્યા છે તે કામ કરોઃ રાહુલ
ન્યુ દિલ્હી : ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ખેડૂતો કાઇ દુશ્મનો નથી કે સરકાર કિલ્લે બંધી કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારનું ખાનગીકરણ કરીને કેટલાક લોકોમાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. આ સમયે જરૂરીયાતમંદ લોકોના હાથમાં પૈસા આપવાની છે. જો સરકાર ન્યાય યોજનાનો અમલ કરશે તો અર્થવ્યવસ્થામાં સુધારો થશે પરંતુ સરકાર સપ્લાય ચેન તરફ ચુકવણી કરી રહી છે, તેનાથી સામાન્ય લોકોને ફાયદો થશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન હજારો કિલોમીટર સુધી ભારતમાં ધસી આવ્યું છે પરંતુ સરકારે બજેટને બચાવવા માટે કંઈ કર્યું નહીં. આને ચીનને સંદેશ આપ્યો કે ભારત તેના સંરક્ષણ ક્ષેત્ર માટે કંઇ કરી રહ્યું નથી. આ સૈનિકો વચ્ચે સંદેશ આપશે કે સરકાર માત્ર એક ટકા લોકોને પૈસા આપશે. રાહુલે કહ્યું કે અમારા સૈનિકો લદાખની ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે, પરંતુ બજેટમાં તેમના માટે કેટલાક કરોડ રૂપિયા એકત્ર કરવા સિવાય સરકાર કંઇ કરી રહી નથી.
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે, મીસ્ટર મોદી, તમારી પસંદગી જે કામ માટે કરવામાં આવી છે તે કામ કરો. આ નિવેદનનો વીડિયો રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ધમકાવવાનું કે મારવાનું કામ સરકારનું નથી, સરકારનું કામ ખેડૂતો સાથે વાતચીત કરવાનું છે. સરકારે વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ.
ખેડુતોને આતંકવાદી કહેવાને લગતા એક સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના ૬૦ ટકા ખેડૂત બધા આતંકવાદી છે અને ફક્ત આરએસએસના લોકો જ ઠીક છે. સરકાર તેના ૪-૫ મિત્રોના ફાયદા વિશે જ વિચારી રહી છે.