Charotar Sandesh
બોલિવૂડ

શ્રદ્ધા કપૂર ‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’ ના સેટ પર ત્રીજીવાર ઘાયલ થઈ…

મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તથા એક્ટર વરુણ ધવન ડાન્સ બેઝ્ડ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના સેટ પર શ્રદ્ધા કપૂર ત્રીજીવાર ઈજાગ્રસ્ત થઈ છે. પહેલાં તેને ગરદન પછી ખભામાં ઈજા થઈ હતી. હવે, શ્રદ્ધાને પગની પાનીમાં ઈજા થઈ છે અને તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત શૅર કરી છે.

શ્રદ્ધા તથા વરુણની ‘સ્ટ્રીટ ડાન્સર ૩-ડી’ને રેમો ડિસોઝા ડિરેક્ટ કરી રહ્યો છે. જૂન મહિનામાં ફિલ્મનું દુબઈ શિડ્યૂઅલ પૂરું કરવામાં આવ્યું હતું. જેની તસવીરો તથા વીડિયો શ્રદ્ધાએ શૅર કર્યાં હતાં. આ ફિલ્મ આવતા વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પાકિસ્તાની ડાન્સરના રોલમાં છે, જ્યારે વરુણ ધવન પંજાબનો એક ડાન્સર છે. શ્રદ્ધા પહેલાં આ ફિલ્મમાં કેટરીના કૈફ હતી. જાકે, કેટરીના કૈફે છેલ્લી ઘડીએ સલમાન ખાનની ‘ભારત’ સાઈન કરતા તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ હતી.

Related posts

રાજની એપમાં પોર્ન ફિલ્મ નહિ, ઓટીટી પ્લેટફોર્મ પર હોય તેવું કન્ટેન્ટ છે’ : શિલ્પા શેટ્ટી

Charotar Sandesh

કૌન બનેગા કરોડપતિમાં જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી દેખાશે

Charotar Sandesh

અભિનેત્રી ગહેનાની આગોતરા જામીન અરજી ફગાવાઈ

Charotar Sandesh