Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સંસદમાં ગૃહમંત્રી અમિત શાહનો ધ્રુજારો : લોકસભામાં ચર્ચા દરમ્યાન શાહ-વિપક્ષો વચ્ચે ઉગ્ર દલીલબાજી…

કાશ્મીર માટે જીવ દેવા પણ તૈયાર છીએ

POK-અકસાઇ ચીન સહિત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ…

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની ખતમ કરવાનો સંકલ્પ રાજયસભામાં પાસ થઈ ગયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર પુનૅંગઠન બિલ ૨૦૧૯ની લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. લોકસભાની કાર્યવાહી સવારે ૧૧ વાગે શરૂ થતા જ તેના પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું કે આ કોઈ પોલિટિકલ ચીજ નથી. આ કાયદાકીય વિષય છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે, તેના અંગે કોઈ કાયદાકીય વિવાદ નથી. ભારત અને જમ્મુ કાશ્મીરના બંધારણમાં ખુબ સ્પષ્ટ છે કે તે ભારતનો અવિભાજય અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ ૧ના તમામ ખંડ લાગુ છે. આ કલમ મુજબ ભારત એક તમામ રાજયોનો સંદ્ય છે. સીમાઓની વ્યાખ્યા કરતા તેમણે રાજયોની લિસ્ટ પણ આપી છે. જેમાં ૧૫માં નંબરે જમ્મુ કાશ્મીર છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે. તેના પર કાયદો બનાવવા માટે દેશની સૌથી મોટી પંચાયત સંસદને અધિકાર છે. અમને કોઈ કાયદો બનાવતા અને સંકલ્પ માટે કોઈ રોકી શકતા નથી. આ અધિકાર હેઠળ કેબિનેટની અનુશંસા પર રાષ્ટ્રપતિજીની મંજૂરીથી હું આ બે ચીજો અહીં લાવ્યો છું. જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર પર નિયમો તોડવાનો આરોપ લગાવ્યો જેના પર અમિત શાહે કહ્યું કે તમે બતાવો કયો નિયમ તોડવામાં આવ્યો. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અંગે કોઈ ઙ્કાયદો બનાવતા અમને કોઈ રોકી શકે નહીં. તે દેશની સંસદનો અધિકાર છે.

 

Related posts

પંજાબ સર કરવા કેજરીવાલે સ્વાસ્થ્ય સેવાઓ સહિત ૬ ગેરંટીની જાહેરાત કરી

Charotar Sandesh

ટિકટૉક ઍપ પર પ્રતિબંધ મૂકો : મુંબઈ હાઈકોર્ટમાં અરજી…

Charotar Sandesh

દિલ્લીની ગરમીએ તોડ્યો રેકૉર્ડ, પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો…

Charotar Sandesh