Charotar Sandesh
ઈન્ડિયા

સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા…

લોકશાહીના નવા મંદિરની આધારશીલા મૂકી વડાપ્રધાન બોલ્યા – નવા સંસદ ભવનમાં ૨૧મી સદીના ભારતની આંકાક્ષાઓ થશે પૂરી…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજનની સાથે જ નવા સંસદ ભવનની આધારશિલા મૂકી. ચાર માળના સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા છે. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભૂમિપૂજન કાર્યક્રમનો આરંભ થયો અને તેના સંપન્ન થય બાદ શુભ મુહૂર્તમાં વડાપ્રધાને પરંપરાગત વિધિની સાથે આધારશિલા મૂકી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ રાજકીય પાર્ટીના નેતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી, મોટી સંખ્યામાં સાંસદ અને અનેક દેશોના રાજદૂત આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને માઇલસ્ટોન સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે, આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનનું નિર્માણ કરીશું. જ્યારે ભારત પોતાની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હું એ પળ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે પહેલીવાર ૨૦૧૪માં સંસદ ભવનમાં આવ્યો હતો.
ત્યારે મેં શિશ ઝુકાવીને નમન કર્યું હતું. હાલના સંસદ ભવને આઝાદીનું આંદોલન, સ્વતંત્ર ભારત, આઝાદ દેશની પહેલી સરકાર, પહેલી સંસદ, બંધારણ રચવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, નવું સંસદ ભવન સમયની માંગ છે પરંતુ જૂના સંસદ ભવનમાં આપણા દેશનો ઈતિહાસ સંગ્રહિત છે. વડાપ્રધાને મોદીએ કહ્યું કે, દેશમાં લોકતંત્ર કેમ સફળ છે. દુનિયામાં ૧૩મી શતાબ્દીમાં મેગ્નાકાર્ટાથી પહેલા જ ૧૨મી શતાબ્દીમાં ભગવાન બસવેશ્વરે લોકસંસદની શરુઆત કરી દીધી હતી. વડાપ્રધાને જણાવ્યું કે દસમી શતાબ્દીમાં તમિલનાડુના એક ગામમાં પંચાયત વ્યવસ્થાનું વર્ણન છે. એ ગામમાં આજે પણ એવી જ રીતે મહાસભા ભરાય છે, જે એક હજાર વર્ષથી ચાલુ છે. ઁસ્એ જણાવ્યું કે ત્યારે પણ નિયમ હતો કે જો કોઈ પ્રતિનિધિ પોતાની સંપત્તિની વિગત નહીં આપે તો તે અને તેના સંબંધી ચૂંટણી નહીં લડી શકે.
પીએમ મોદીએ કહ્યું કે, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો કરવામાં આવી રહી છે જેનાથી સાંસદોની દક્ષતા વધશે. તેમના વર્ક કલ્ચરમાં આધુનિક્તા આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યક્તાઓની પૂર્તિત માટે કામ થયું તો નવા ભવનમાં ૨૧મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે યાદ રાખવાનું છે કે લોકતંત્ર જે સંસદ ભવનનું અસ્તિત્વનો આધાર છે, તેના પ્રત્યે આશાવાદને જાગૃત રાખવું આપણા સૌની જવાબદારી છે. આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે સંસદ પહોંચેલો દરેક પ્રતિનિધિ જવાબદારી હોય. તેમની જવાબદારી જનતાની પ્રત્યે પણ છે અને બંધારણના પ્રત્યે પણ છે.

Related posts

India Budget 2022 : દેશના પગારદાર વર્ગને સરકારે કોઈ જ પ્રકારની રાહત નથી આપી

Charotar Sandesh

ભારતીય વાયુસેનાનું AN-૩૨ વિમાન લાપતા, ૧૩ લોકો હતા સવાર

Charotar Sandesh

ગૃહમંત્રી રાજનાથસિંહનું શÂક્ત પ્રદર્શનઃ રાડ શા બાદ લખનઉ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

Charotar Sandesh