મુંબઇ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેમના બાળપણના સાથી ક્રિકેટર વિનોદ કાંબલીને એક ચેલેન્જ આપી છે. જી નાપ આ સદી અંગે નથી. આ તે ગીત અંગે છે. જેને લિટિલ માસ્ટરે ૨૦૧૭માં એક ગીત ગાયું હતું. તેનું ટાઇટલ હતું ક્રિકેટ વાળી બીટ, સચિને ચેલેન્જ કર્યો કે એક અઠવાડિયામાં કાંબલી તેનું રૈપ વર્ઝન ગાઇને સંભળાવે..
સચિને મંગળવારે એક વીડિયો શેર કર્યો જેમા તેણે કાંબલીને પડકાર આપ્યો છે કે તેના ગીત ક્રિકેટ વાળી બીટનું રેપ ગાઇને સંભળાવે. એટલું જ નહીં. સચિને તેના માટે કાંબલીને એક અઠવાડિયાનો સમય પણ આપ્યો છે.
જોકે, વીડિયોમાં સચિન કાંબલીથી તેના ગીત અંગે જાણવા માંગતા હતા. જવાબમાં કાંબલીએ કહ્યું કે ગીત યાદ છે. પછી સચિન કહે છે કે મિસ્ટર કાંબલી હું તમને ક્રિકેટ વાળી બીટ ગીતને રેપ કરવાની ચેલેન્જ આપું છું. જેના માટે તમારી પાસે એક અઠવાડિયાનો સમય છે. એટલે કે ૨૮ જાન્યુઆરી સુધી તમારે આ ગીત સંભળાવવું પડશે.
તે બાદ કાંબલી રૈપ અંદાજમાં ડાન્સ કરતા પણ નજરે પડે છે. હવે જોવાની વાત એ છે કે કાંબલી આ પડકારને પૂરો કરી શકે છે કે નહીં. તમને જણાવી દઇએ કે ક્રિકેટ વાલી બિટ વીડિયોમાં સચિનની સાથે પ્રખ્યાત ગાયક સોનૂ નિગમ પણ પરર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા હતા.