ફોર્બ્સે ભારતના ટૉપ-૧૦૦ અમીર લોકોની યાદી જાહેર કરી…
મુકેશ અંબાણી લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે,૧.૧૧ લાખ કરોડ સાથે ગૌતમ અદાણી બીજા સ્થાને…
ન્યૂયોર્ક : ફાર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી. ફાર્બ્સે ભારતના ટૉપ ૧૦૦ સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટૉપ પર છે. અહીં સતત ૧૨મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટૉપ ૧૦૦ની યાદીમાં ટૉપ પર છે. લગભગ ૨૮.૪ કરોડ (૪ મિલિયન અમેરિકન ડૉલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂપિયા (૫૧.૪ બિલિયન)ની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે. બીજી તરફ, ગૌતમ અદાણીએ ૮ પૉઇન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટકએ પહેલીવાર ટૉપ ૫માં સ્થાન મેળવ્યું છે.
સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની આ યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ ૬ નંબર ખસકીને ૯મા નંબરે આવી ગયા છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ, સ્ટીલની માંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટૉપ ૧૦માં ફરી એકવાર અઝીમ પ્રેમજી નથી.
આ છે દેશના ટૉપ ૧૦ અમીર…
૧. મુકેશ અંબાણી- ૩.૬૪ લાખ કરોડ રૂપિયા
૨. ગૌતમ અદાણી- ૧.૧૧ લાખ કરોડ રૂપિયા
૩. હિન્દુજા બ્રધર્સ- ૧.૧૦ લાખ કરોડ રૂપિયા
૪. પી. મિસ્ત્રી- ૧.૦૬ લાખ કરોડ રૂપિયા
૫. ઉદય કોટક- ૧.૦૫ લાખ કરોડ રૂપિયા
૬. શિવ નાડર- ૧.૦૨ લાખ કરોડ રૂપિયા
૭. રાધાકૃષ્ણન દમાની- ૧.૦૧ લાખ કરોડ રૂપિયા
૮. ગોદરેજ ફેમિલી- ૮૫૨૦૦ કરોડ રૂપિયા
૯. લક્ષ્મી મિત્તલ- ૭૪૫૫૦ કરોડ રૂપિયા
૧૦. કુમારમંગલ બિરલા- ૬૮૧૬૦ કરોડ રૂપિયા