Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

‘સત્તે પે સત્તા’ની રિમેકમાં શાહરૂખ-કેટરીના નહિ ચમકે

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હેમા માલિનીને મુખ્ય રોલમાં ચમકાવતી હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેકમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ ચમકવાનાં નથી.
ખુદ શાહરુખ અને કેટરિનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મના મુદ્દે અમારો સંપર્ક જ સાધવામાં આવ્યો નથી એટલે મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ સાચ્ચા નથી. અમે આજની તારીખે તો સત્તે પે સત્તામાં કામ કરી રહ્યાં નથી.
બે ટોચના ફિલ્મ સર્જકો ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક રોહિત શેટ્ટી અને કોરિયોગ્રાફર-ફિલ્મ સર્જક ફારાહ ખાન ૧૯૮૦ના દાયકાની આ હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
મૂળ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે હેમા માલિની ચમક્્યાં હતાં અને બંનેની જાડી હિટ સાબિત થઇ હતી. મિડિયા રિપોર્ટ મુજબ રિમેકમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ અમિતાભ-હેમાવાળો રોલ કરશે.

Related posts

Googleએ મોટો નિર્ણય લીધો : પ્લે સ્ટોરમાંથી પે-ટીએમ એપને હટાવી…

Charotar Sandesh

કટોકટી : દેશમાં કોરોના કાબૂ બહાર, ચીફ જસ્ટિસ બોલ્યા-નેશનલ ઈમરજન્સી જેવી હાલત…

Charotar Sandesh

લૉકડાઉન છતાં દેશમાં કોરોના બેકાબૂ : છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨૮ના મોત…

Charotar Sandesh