Charotar Sandesh
ઈન્ડિયા

સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક વગર પકડાશો તો રૂ.૧૦,૦૦૦ દંડ

લખનઉ : સમગ્ર દેશમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાનો હાહાકાર છે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે કોરોનાને લઇ મોટો નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશમાં રવિવારના રોજ વીકેન્ડ લોકડાઉન લગાવાનો નિર્ણય કર્યો છે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારના રોજ લોકડાઉનરહેશે. જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ બજાર-ઓફિસ બંધ રહેશે. આ દિવસે મોટાપાયે સેનેટાઇઝેશન અભિયાન ચાલશે. તેની સાથે જ માસ્ક ના પહેરનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરાશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લાધિકારીઓ, સીએમઓ અને ટીમ-૧૧ની સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય કર્યો.
યુપી સરકારના નવા ફરમાન પ્રમાણે જો બીજી વખત માસ્ક વગર કોઇ વ્યક્તિ પકડાશે તો ૧૦ ગણો દંડ એટલે કે રૂ.૧૦૦૦૦ વસૂલાશે. સીએમ યોગીએ કાનપુર, પ્રયાગરાજ, વારાણસી જેવા વધુ સંક્રમિત દરવાળા તમામ ૧૦ જિલ્લામાં નવી કોવિડ હોસ્પિટલ બનાવાનો આદેશ આપ્યો છે.
સમીક્ષા બેઠક દરમ્યાન સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવે. એલ-૨ અને એલ-૩ સ્તરની હોસ્પિટલોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવે. કયાંય પણ બેડની અછત ના ઉભી થાય. હોસ્પિટલોમાં માનવ સંસાધનની વ્યવસ્થા સુનિશ્ચિત કરો, એરપોર્ટ, રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશનો પર રેપિડ એન્ટીજન ટેસ્ટ થાય.

Related posts

વાવાઝોડાની અસરોના પગલે મુંબઈ આવ-જા કરતી ૩૧ ફલાઈટો રદ્દ : મુંબઈ જનારી ૮ ટ્રેનો લેઈટ…

Charotar Sandesh

મિથુન ઇડીના ડરથી ભાજપમાં જોડાયા : તૃણમુલ કોંગ્રેસ

Charotar Sandesh

કોરોનાના નવા વેરિએન્ટને લઈ કેન્દ્ર એલર્ટ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપ્યા આ આદેશ

Charotar Sandesh