Charotar Sandesh
ઈન્ડિયા

સરકારી યોજનાઓ ગરીબો માટે જ છે, જમાઇ માટે નથી : નિર્મલાનો કોંગ્રેસને ટોણો…

રાજ્યસભામાં નાણાંમંત્રીએ બજેટને આત્મનિર્ભર ભારત બજેટ ગણાવ્યું…

ન્યુ દિલ્હી : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે રાજ્યસભામાં બજેટ પર ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન બજેટની વિશેષતા ગણાવવાની સાથે જ નાણાં મંત્રીએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. તેમણે જમાઈ શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેની પર વિપક્ષે વાધો વ્યક્ત કર્યો તો નાણાં મંત્રીએ સ્પષ્ટતા કરવી પડી.
ક્રોની કેપિટલિસ્ટ માટે કામ કરવાના આરોપ પર નાણાં મંત્રીએ કહ્યું કે ઓગસ્ટ ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૨૦ની વચ્ચે UPI દ્વારા થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૩.૬ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. નાણાં મંત્રીએ સવાલ કરતા કહ્યું કે UPI નો ઉપયોગ કોણે કર્યો ? શું અમીરોએ કર્યો ? ના. મિડલ કલાસ અને નાના કારોબારીઓએ કર્યો. ત્યારે આ લોકો કોણ છે ? શું સરકાર અમીરોને ફાયદો પહોંચાડવા માટે યુપીઆઇ ક્રિએટ કરી રહી છે ? શું કેટલાક જમાઈ માટે ? ના.
નાણાં મંત્રીએ આગળ કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત ૨૭ હજાર કરોડથી વધુ લોન આપવામાં આવી છે. આ યોજનાનો ફાયદો કોણે લીધો ? શું જમાઈએ ? નાણાં મંત્રીની આ કમેન્ટ પર વિપક્ષે વાધો વ્યક્ત કર્યો તો તેમણે સ્પષ્ટતા કરી. નાણાં મંત્રીએ કહ્યું કે મને લાગતુ નથી કે જમાઈ કોંગ્રેસનો ટ્રેડમાર્ક છે. જમાઈ દરેક ઘરમાં હોય છે, જોકે કોંગ્રેસમાં આ એક સ્પેશિયલ નામ છે.
સીતારમણે કહ્યું કે ગરીબો માટે અમે જે કરી રહ્યાં છે અને જરૂરિયાતમંદો માટે જે પગલા ભરવામાં આવી રહ્યાં છે, તેના વિરોધમાં વિપક્ષના કેટલાક લોકોને આરોપ લગાવવાની આદત થઈ ગઈ છે. એવા પ્રકારની જુઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે કે સરકાર માત્ર નજીકના દોસ્તો માટે કામ કરી રહી છે. એ મહત્ત્વની વાત છે કે ૮૦ કરોડ લોકોને અનાજ ફ્રી આપવામાં આવ્યું. ૮ કરોડ લોકોને રસોઈ ગેસ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ૪૦ કરોડ લોકો, ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો અને ગરીબોના ખાતમાં સીધી જ રકમ પહોંચાડવામાં આવી છે.

Related posts

પત્ની પિયરમાં રહેતી હોય તો પણ ભરણ-પોષણની જવાબદારી પતિની રહેશે : કોર્ટ

Charotar Sandesh

બિહાર ચૂંટણી : તેજસ્વી યાદવ અને સત્તા વચ્ચે માત્ર ૧૨ હજાર વૉટનું જ અંતર રહી ગયું..!!

Charotar Sandesh

ખેડૂતો આકરા પાણીએ : ૧૮ ફેબ્રુઆરીએ દેશભરમાં ટ્રેન રોકો અભિયાન ચલાવશે…

Charotar Sandesh