સુપર સ્ટાર સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ભારતમાં એણે કરેલા બાઇક સ્ટંટ હોલિવૂડની હિટ ફિલ્મની નકલ હોવાની ચર્ચા સોશ્યલ મિડિયા પર શરૃ થઇ હતી.
આ ફિલ્મમાં સલમાન સર્કસના કલાકારનો રોલ કરે છે અને પંદર સોળ વર્ષના ટીનેજરથી શરૃ કરીને ૭૫ વર્ષના વડીલ સુધીના ત્રણ ચાર તબક્કાના રોલ એણે કર્યા છે.
તાજેતરમાં રિલિઝ થયેલા ભારતના ટ્રેલરમાં એક દ્રશ્ય એવું હતું કે સલમાન સંપૂર્ણપણે સફેદ વસ્ત્રોમાં બાઇક પર પોતાના હાથ છોડીને એક સ્ટંટ કરી રહ્યો છે.
સોશ્યલ મિડિયા પર એવી ચર્ચા શરૃ થઇ હતી કે આ સ્ટંટ હોલિવૂડના મોખરાના અભિનેતા નિકોલસ કેજની ફિલ્મ ઘોસ્ટ રાઇડરને મળતો આવે છે. ઘોસ્ટ રાઇડરમાં નિકોલસ કેજ પણ સફેદ વસ્ત્રો પહેરીને બાઇક સ્ટંટ કરે છે એવાં દ્રશ્યો હતાં.