Charotar Sandesh
બોલિવૂડ

સાઉથના સુપર સ્ટાર ધનુષની નવી ફિલ્મ ’જગમે થાંદિરામ’ ૧૮ જૂને ૧૯૦ દેશોમાં ૧૭ ભાષામાં રિલીઝ થશે…

ચેન્નઈ : સાઉથના સુપર સ્ટાર ધનુષની નવી ફિલ્મ ’જગમે થાંદિરામ’ની ઘણા સમયથી રાહ જોઇ રહી હતી, જે ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ધનુષનું પાત્ર સુરુલી પહેલાથી જ ચર્ચામાં છે, તે એક ગેંગસ્ટર છે. ફિલ્મના રિલીઝ પહેલા જ આ પાત્ર એકદમ લોકપ્રિય થઈ ગયું છે.
આ ફિલ્મ ૧૮ જૂને નેટફ્લિક્સ પર આવનાર છે. આ જાહેરાત સાથે જ તેનો લૂક ટિ્‌વટર પર છવાયેલો જોવા મળે છે. જેમાં તે નારંગી રંગના બ્લેઝર, બ્લેક શર્ટ અને ક્રીમ રંગના પેન્ટમાં રફ અને ટફ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૧૯૦ દેશોની ૧૭ ભાષાઓમાં રિલીઝ થવાની છે, જેને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે.
પોતાના પાત્ર વિશે ધનુષે કહ્યું, ’મને સુરુલી ખૂબ ગમે છે. મને આ પાત્ર એટલું ગમ્યું છે કે, મેં કાર્તિકને સુરુલીની સિક્વલ વિશે પણ પૂછ્યું છે. મને લાગે છે કે મારા ચાહકોને આ ફિલ્મ ગમશે.’ ફિલ્મ અંગે ધનુષે કહ્યું, તે લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યો હતો. આખરે હવે આ ફિલ્મ લોકો સુધી પહોંચશે અને આ વાતથી તે ખૂબ ઉત્સાહિત છે. તેનું માનવું છે કે આ ફિલ્મ આ મુશ્કેલ સમયમાં લોકોના સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરશે. હાલમાં લોકડાઉનના કારણે દરેક વ્યક્તિ પરેશાન છે અને તેને લાગે છે કે આ ફિલ્મ તેનો સ્ટ્રેસ ઓછો કરશે.

Related posts

સ્પેનિશ ફિલ્મની રિમેકમાં દિવ્યાંગ ખેલાડીઓનો કોચ બનશે આમિર ખાન…

Charotar Sandesh

દબંગ-૩ ફિલ્મે રિલિઝ પહેલા ૧૫૫ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં પણ આયુષ્માન ખુરાના લીડ રોલમાં ચમકશે

Charotar Sandesh