મુંબઈ : ઓસ્કર એવોર્ડ વિજેતા શોર્ટ ડોક્યુમેન્ટરી ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’નાં પ્રોડ્યૂસર ગુનીત મોન્ગાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી છે. ‘પગલૈટ’ નામની હિન્દી ફિલ્મને તે પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. સાન્યાએ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટીમ સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, ‘જલ્દી મિલતે હૈ આપકે નઝદીકી સિનેમા ઘરોં મેં.’
સાન્યા મલ્હોત્રાએ ‘દંગલ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ તેણે ‘પટાખા’, ‘બધાઈ હો’ અને ‘ફોટોગ્રાફ’ જેવી ફિલ્મોમાં કામ કરી લીધું છે. ફિલ્મની સ્ટોરી વિશે હાલ તો કોઈ માહિતી બહાર આવી નથી પણ અગાઉ ગુનીતે અમેરિકન સેન્ટરમાં ‘નેટફ્લિક્સ’ દ્વારા યોજાયેલા ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ના સ્ક્રીનિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, ‘અમે એક હિન્દી ફિલ્મ કરી રહ્યા છીએ. આ સ્ટોરી એક નાના ગામની છોકરીની છે. હું ટેલેન્ડટેડ સાન્યા સાથે કામ કરવા આતુર છું.’ ફિલ્મની સ્ટોરી કમિંગ ઓફ એજ એટલે કે અણસમજુમાંથી સમજુ થતી છોકરીની છે. સાન્યા અને ગુનીત વચ્ચેનું કોમન ફેક્ટર દિલ્હી છે. ગુનીત મોન્ગા તેના પ્રોડક્શન હાઉસ ‘શિખ્યા એન્ટરટેઈનમેન્ટ’ હેઠળ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટર ઉમેશ બિસ્ટ છે.