ગુજરાત ભાજપમાં થશે મોટી ઉથલપાથલ, પ્રદિપસિંહ તાબડતોડ દિલ્હી પહોંચ્યા…
કેતન ઈનામદારે સૌરભ પટેલને રજૂઆત કરી હતી પણ પોતાની જ પાર્ટીના પ્રધાને કંઈ ભાવ ન આપ્યો…
સાવલી : કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે સાવલી ભાજપમાં ભડકો થયો છે. સાવલી ભાજપના હોદ્દેદારોના રાજીનામાનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. સાવલી પાલિકાના કેતન સમર્થક સભ્યોએ રાજીનામા ધર્યા છે. સાવલી તાલુકા પંચાયતમાં પણ કેતન ઇનામદારના સર્મથકો ભાજપમાંથી રાજીનામાની ઘડીઓ ગણાઇ રહી છે. સાવલી તાલુકા પંચાયતના ૧૭ સભ્યોના રાજીનામાની તૈયારીઓ થઇ છે. આ ઉપરાંતો વડોદરા જિલ્લા પંચાયતમાં પણ સાવલીના સભ્યો રાજીનામા આપી શકે છે. વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલીના ચાર સભ્યો છે. તેના પણ રાજીનામા પડી શકે છે.