રિલીઝ થયાના કલાકોમાં જ પ્રભાસની ‘સાહો’ ઓનલાઈન લીક થઈ…
બાહુબલી અને બાહુબલી-૨ની ધમાકેદાર સફળતા બાદ પ્રભાસ ફરી એક વખત બોક્સ ઓફિસ પર તેની એક્શન ફિલ્મ સાહો લઇને આવ્યો છે. ભારે ભરખમ બજેટ અને ૨ વર્ષનાં લાંબા સમય બાદ આ ફિલ્મ ૨૯ ઓગષ્ટનાં રોજ રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મની રિલીઝ બાદથી જ સોશિયલ મીડિયા પર તેનાં રિવ્યૂઝ આવવા લાગ્યા છે. જોકે ખાસ વાત તો એ છે કે, સાહો જોઇને આવેલાં લોકોનું પહેલું રિએક્શન નેગેટિવ છે. રિલીઝા થોડાંક કલાકોમાં જ આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ છે. ઓનલાઈન લીક માટે કુખ્યાત એવી તમિલ રોકર્સ પર આ ફિલ્મ લીક કરવામાં આવી છે.
’સાહો’થી દર્શકોને ખુબજ આશા હતી. પ્રભાસ જે ’બાહુબલી’ અને ’બાહુબલી-૨’ જેવી શાનદાર ફિલ્મ આપી ચુક્યો છે તેણે ’સાહો’ની પસંદગી કેમ કરી. ’સાહો’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે લોકોને હતું કે આ ફિલ્મ એક્શન પેક મૂવી હશે અને તેની કહાની પણ જબરદસ્ત હશે. પણ પ્રભાસની આ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ન ઉતરી શકી.
એક યૂઝરે લખ્યું કે, ’મે હાલમાં જ ’સાહો’ પૂર્ણ કરી. ફિલ્મનો ફર્સ્ટ હાફ તો ઘણો જ સારો હતો, પણ સેકેન્ડ હાફમાં જરૂર કરતાં વધુ એક્શન સીન અને ખરાબ સીજેઆઈ ઇફેક્ટ નિરાશ કરે છે.’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ’ઘસાયેલાં પ્લોટ સાથે ખુબજ ખરાબ રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે ’સાહો’. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો જ કમજોર છે. અને ગીતો તો જબરદસ્તી ઠુંસી ઠુંસીને ભરવામાં આવ્યાં છે. કેટલાંક સીન્સમાં તો ખુદ પ્રભાસ જ ઘણો અસહજ જોવા મળે છે. અન્ય એક યૂઝરે ફિલ્મનાં ફર્સ્ટ હાફનાં વખાણ કર્યા છે.