ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ અથડામણમાં ભારતના ૪ અને ચીનના ૨૦ જવાન ઘાયલ
ત્રણ દિવસ પહેલા ઉત્તર સિક્કિસમાં નાકુ લા ખાતે ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું
૨૦ જાન્યુ.એ નાકુલા વિસ્તારમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સામાન્ય અથડામણ થઇ હતીઃ સેનાનું નિવેદન
ન્યુ દિલ્હી : ભારત અને ચીન આર્મી વચ્ચે સિક્કિમમાં એક સામાન્ય અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. એલએસીને લઈને બંને સેના વચ્ચે અથડામણ ૨૦ જાન્યુઆરીએ સિક્કિમના નાકુલા વિસ્તારમાં થઈ હતી. આ મુદ્દો સ્થાનિક કમાન્ડરોના સ્તરે ઉકેલાઈ ગયો છે. ભારતીય સેના દ્વારા સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
પૂર્વીય લદાખમાં લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ફરી એકવાર અથડામણ થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચીની સેનાએ ન્છઝ્રની યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક સૈનિકો ભારતીય ક્ષેત્ર તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોકી લીધાં. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઇ, જેમાં ચાર ભારતીય અને ૨૦ ચીની જવાન ઘાયલ થયા છે. ભારતીય જવાનોનું સાહસ જોઈને પટી ચીની સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
આ સમય દરમ્યાન ભારત અને ચીનના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ૪ ભારતીય જવાનો અને ૨૦ જવાનો ઘાયલ થયા હતા. જોકે હાલની સ્થિતિ તનાવપૂર્ણ છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય ક્ષેત્રની સાથે સાથે પોંઈટ પર હવામાનની સ્થિતિ અત્યંત ખરાબ હોવાના કારણે ચુસ્ત અને સખ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
સિક્કીમની સરહદે ઘૂસણખોરીના પ્રયત્નો તે સમયે થઇ છે, જ્યારે અહેવાલો હતા કે ચીની સેનાના પૂર્વી લદ્દાખથી તેમના ૧૦ હજાર જવાનોને હટાવી લેવામાં આવ્યા છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વી લદ્દાખ ઉપરાંત સિક્કીમ સહિત અનેક વિસ્તારોથી ચીની સેનાએ તેમની તૈનાતીને ઓછી કરી છે પરંતુ જવાન હજુ પણ અડગ છે. આ કારણે ભારતીય સેનાએ તેમના જવાનોની તૈનાતી વધારી છે.
સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આપણને સિક્કિમમાં ભારતીય સૈન્ય અને પીએલએ સૈનિકો વચ્ચેના અથડામણને લગતા ઘણા સવાલો મળ્યા છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૨૦ જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમના નાકુલા વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે સામાન્ય અથડામણ થઈ હતી. જેનો નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ સ્થાનિક કમાન્ડરના સ્તરે સમાધાન કરવામાં આવ્યો હતો. સેનાએ વધુમાં કહ્યું કે મીડિયાએ “અતિશયોક્તિપૂર્ણ” અહેવાલો ટાળવા જોઈએ, જે હકીકતમાં ખોટા છે.
ઉલ્લેખનીય છે કે ન્છઝ્ર પર છેલ્લા ઘણા મહીનાથી તણાવ જોવા મળી રહ્યો છે. ૧૫ જૂનના રોજ પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો અને ભારત જવાન વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ દરમિયાન ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનની સેનાના કેટલાક અધિકારી-જવાનનોનું પણ મૃત્યું થયું હતું, પરંતુ ચીનના સૈનિકો આજ સુધી આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટી કરી નથી.
ભારત-ચીન વચ્ચે ચાલેલી ૯મા રાઉન્ડની વાતચીત પણ અનિર્ણાયક
ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસવાનો પ્રયત્ન કરતાં હાલ અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વી લદાખના મોલ્ડોમાં ભારત અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે ૯મા તબક્કાની બેઠક થઈ હતી. અંદાજે ૧૫ કલાક બેઠક ચાલી હતી અને તેમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. આ બેઠકમાં ભારતે ન્છઝ્ર પર તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.