Charotar Sandesh
ગુજરાત

સીએમ રૂપાણી રાજકોટ આવી ગાઇડલાઇન મુજબ કરશે મતદાન, તંત્ર સજ્જ…

અમદાવાદ : રાજ્યની મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. રાજ્યના લાખો શહેરી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના પર્વમાં કોરોના કાળમાં મતદાન માટે જોડાશે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પણ આ ચૂંટણીમાં મત આપશે તેવા અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે. આજે મુખ્યમંત્રીનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેનો અંતિમ નિર્ણય જાહેર થાય તેવી વકી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૦નાં મતદાર છે. તેઓ હાલમાં અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, કોરોનાના દર્દીઓ માટે પીપીઈ કીટમાં મતદાન કરવાની વ્યવસ્થા અગાઉ પણ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સીએમનો ટેસ્ટ નેગેટિવ આવે તો ચિંતાનું કારણ નથી પરંતુ જો ટેસ્ટ પોઝિટિવ હોય તો કઈ રીતે મતદાન કરવું તે અંગે તંત્ર કામે વળગ્યું હોવાના અહેવાલો છે.

Related posts

આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવનાને ધ્‍યાને લઇ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા જોગ સંદેશ

Charotar Sandesh

રાજ્યમાં ભારે વરસાદને પગલે ૧૮ સ્ટેટ હાઈ-વે સહિત ૨૨૫ રસ્તા કરાયા બંધ…

Charotar Sandesh

બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા સાંભળતાંની સાથે જ ૫૪ નિર્દોષનું લોહી વહાવનારા કેટલાક આતંકીઓ રડવા લાગ્યા

Charotar Sandesh