ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની નીલામીમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી ઉંચી બોલી મેળવનાર લેગ સ્પિનર પીયુષ ચાવલાએ કહ્યું ચૈન્નઇ સુપર કિંગ્સથી સારી ટીમ અને મહેન્દ્ર સિંહ ધોનીથી બેસ્ટ કોઇ કેપ્ટન હોય ન શકે. ચેન્નાઇ સુપર કિંગ્સે ચાવલાને ૬.૭૫ કરોડ રૂપિયાની બોલી લગાવી.
ચાવલા લાંબા સમયના કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં હતા પરંતુ ગત મહિને ફ્રેન્ચાઇજીએ તેને રિલીઝ કરી દીધો હતો. ચાવલાએ તેના ગૃહ નગર મુરાદાબાદથી કહ્યું, એક ખેલાડી તરીકે તમે હંમેશા એક સારી ટીમની સાથે રહેવા માંગો છો. એક સારા કેપ્ટનના નેતૃત્વમાં રમવા માંગે છે. આ લેગ સ્પિનરે કહ્યું, આ મામલામાં તમારી પાસે ચેન્નઇથી બેસ્ટ ટીમ અને માહી ભાઇથી સારા કોઇ કેપ્ટન નથી. હું તેનાથી વધારે વિચારી શકતો નથી.
ચાવલા ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧માં વનડે કપ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા. તેમણે ભારત માટે ત્રણ ટેસ્ટ, ૨૫ વનડે અને ૭ ટી-૨૦ રમી છે. તેણે ડિસેમ્બર ૨૦૧૨માં તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ચેન્નાઇની ટીમમાં હરભજન સિંહ, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજા જેવા સ્પિનરો સાથે ચાવલાએ અંતિમ ૧૧માં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરવો પડશે.