Charotar Sandesh
ગુજરાત

સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપના નેતાઓને ભારે પડી રહ્યો છે : વધુ એક MLA કોરોનાગ્રસ્ત…

રાજકોટ : સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ દરેક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને ભારે પડી રહ્યો છે. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. આજે રાજકોટ 70 બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સી.આર. પાટીલે ખોડલધામમાં ભાજપના નેતાઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું. જેમાં ગોવિંદ પટેલ પણ સાથે હતા. તેઓને આ ફોટોસેશન ભારે પડ્યું છે અને કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.

ગોવિંદ પટેલને હાલ સામાન્ય લક્ષણો હોવાથી તેઓ સ્ટાર સીનર્જી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઈસોલેટ થયા છે. જે તે સમયે પાટીલના પ્રવાસ વખતે ગોવિંદ પટેલ પણ તેમને મળ્યા હતા અને સાથે રહ્યા હતા. ખોડલધામ બાદ રાજકોટ રેલીમાં અને પ્રેસ કોન્ફરન્સ વખતે પણ ગોવિંદ પટેલ સી.આર. પાટીલ સાથે રહ્યા હતા. સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસે ભાજપના અનેક નેતાઓને કોરોનાગ્રસ્ત બનાવી દીધા છે.

Related posts

કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી : નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યું…

Charotar Sandesh

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થશે શરૂ…

Charotar Sandesh

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, કાલથી ઠંડીનું જોર વધશે…

Charotar Sandesh