મુંબઈ : એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર સરકારે સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ અરજી સાથે રાજ્ય સરકારે કહ્યુ છે કે બિહાર પોલીસ આ મામલાની તપાસ કરશે. સરકારે રિયા ચક્રવર્તીની એ વાતનો વિરોધ કર્યો જેમાં રિયાએ કહ્યુ હતુ કે અત્યાર સુધી તેની અરજી સુપ્રીમકોર્ટમાં હોય ત્યાં સુધી બિહાર પોલીસ કોઇ ચંચુપાત ન કરે. આ તમામ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંતના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેસ પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવા માટે રિયાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં આ આરોપો લગાવ્યા છે. રિયાએ આરોપ લગાવ્યો છે કે
સુશાંતના જીજાજી એડીજી ઓ.પી.સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવવા માટે દબાણ બનાવ્યું હતુ. રિયા ચક્રવર્તીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીએ ઓ.પી.સિંઘ અને મિતુએ રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. રિયા અનુસાર સિદ્ધાર્થે આ વિશે મુંબઈ પોલીસને જાણ કરી હતી. સિદ્ધાર્થે મુંબઈ પોલીસને એક ઇમેઇલ મોકલ્યો હતો કે ૨૨ જુલાઈએ ઓપી સિંઘ અને સુશાંતની બહેન મીતૂએ તેને ફોન કરાવ્યો હતો. રિયા અને સુશાંત દ્વારા તેના ઉપર થતા ખર્ચ અંગે પ્રશ્નો ઉઠાવવા જણાવ્યું હતું.
હાલ ઇડીએ પટના પોલીસે સુશાંત સિંહ કેસમાં વધુ માહિતી માંગી છે. સુશાંતના પિતાની એફઆઈઆરમાં સુશાંતના અકાઉન્ટમાંથી લગભગ ૧૫ કરોડ રૂપિયા ઉપાડી લેવાની વાત કરી હતી. જેનો આરોપ રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવ્યો છે. ઇડીએ આ મામલે પૈસાની લેતી દેતીને લઈને જાણકારી માંગી છે.