મુંબઈ : અક્ષય કુમાર, રણવીર સિંહ તથા અજય દેવગન ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં સાથે જોવા મળશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ હિરો છે. રણવીર તથા અજય હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘સિંઘમ’, ‘સિમ્બા’ તથા ‘સૂર્યવંશી’ સાથે મળીને ક્લાઈમેક્સમાં એક્શન સીક્વન્સ કરતાં જોવા મળશે. રોહિત તથા રાઈટર્સ છેલ્લાં કેટલાંક મહિનાથી ક્લાઈમેક્સ પર ચર્ચા કરી રહ્યાં હતાં અને આ ત્રણે કલાકારોને ન્યાય આપી શકાય તે રીતનો ક્લાઈમેક્સ સીન બનાવવામાં આવ્યો છે.
અજય દેવગન તથા રણવીર સિંહનો આ ફિલ્મમાં કેમિયો હશે. તેઓ ‘સિંઘમ’ તથા ‘સિમ્બા’ના અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં મારધાડ એક્શન, ડ્રામા તથા કોમેડી હશે.