Charotar Sandesh
બોલિવૂડ

સોનમ કપૂર કોરિયન ફિલ્મ ‘બ્લાઇન્ડ’ની રીમેક કરશે…

મુંબઈ : અભિનેત્રી સોનમ કપૂર માટે ૨૦૧૯નું વર્ષ બહુ સારું ન રહ્યું. તેની એકપણ ફિલ્મ સફળ થઇ નથી. બૉલીવૂડની આ ફેશનપરસ્ત અભિનેત્રીની આ વર્ષે બે ફિલ્મો રિલીઝ થઇ હતી, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ અને ‘ધ ઝોયા ફેક્ટર’. પણ બંને ફિલ્મો નિષ્ફળ નીવડી હતી. પણ હવે આ અભિનેત્રીને એકદમ દમામદાર રોલ મળી રહ્યો છે જેથી તેનું ભવિષ્ય ફરી સુરક્ષિત થઇ શકશે. હા, એવી વાત છે કે સોનમ કપૂર ૨૦૧૧માં આવેલી કિમ હા-ન્યુલ અને યુ સીઉંગ-હો સ્ટારર કોરિયન ફિલ્મ ‘બ્લાઇન્ડ’ની સત્તાવાર બૉલીવૂડ રીમેકમાં કામ કરશે. બહુ વખણાયેલી આ ફિલ્મ ભારતીય દર્શકો સામે લાવશે ફિલ્મસર્જક સુજૉય ઘોષ.

તેનું દિગ્દર્શન શોમમઝિકા કરશે. અત્યારે તેની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ક્રાઇમ થ્રિલરનું કાસ્ટિંગ પણ બાકી છે. જોકે, સોનમ કપૂર તેમાં નક્કી છે, તે મુખ્ય ભૂમિકા ભજવશે. ‘વીરે દી વેડિંગ’ ફિલ્મની આ અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે તે હંમેશાં સશક્ત અને યાદગાર રોલ કરવા માગે છે. હું રોલની લંબાઇ નથી જોતી. હું ફિલ્મ માટે ડેકોરેટિવ ઢિંગલી બનવા પણ નથી માગતી. થિયેટર છોડે ત્યારે દર્શકોના મનમાં વિચાર આવવો જોઇએ કે મારું કેરેક્ટર કેવું હતું. દિલ્હી સિક્સની બિટ્ટુ શર્મા કેવી હતી કે પેડમેનમાં પરી વાલિયા કેવી હતી. બૉલીવૂડમાં આવ્યાને તેને ૧૨ વર્ષ પૂરાં થયા છે ત્યારે તે પોતાના ભૂતકાળની યાદોને પણ તાજી કરે છે અને પોતાની પ્રથમ ફિલ્મ ‘સાંવરિયા’ને પણ યાદ કરી હતી.

Related posts

બોલિવુડ ફિલ્મોનો થશે કોરોના વિમો, તાપસી પન્નુની ફિલ્મથી શરૂઆત…

Charotar Sandesh

લગ્ન બાદ તરત જ અભિનેત્રી ગૌહર ખાનનો બોલ્ડ સીન ન કરવા નિર્ણય…

Charotar Sandesh

ભણસાલી ભાણી શરમીન અને જાવેદ જાફરીના પુત્રને ‘મલાલ’ ફિલ્મથી લોન્ચ કરશે

Charotar Sandesh