અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલા દર્દીઓને જો ડોક્ટર સોનોગ્રાફી કરવાનું કહે તો દર્દીઓને 15-15 દિવસ સુધી રાહ જોવાનો વારો આવે છે. કારણ કે, સોનોગ્રાફી કરાવવા માટેનું વેઈટીંગ આટલું લાંબુ છે. 15 દિવસે દર્દીનો નંબર આવે છે પરંતુ દર્દીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. જેના કારણે કીડની, લીવર, ગર્ભવતી મહિલાઓ અને બહાર ગામથી આવતા લોકોને અનેક વખત હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે. દર્દીઓની પડતી મુશ્કેલી પાછળ હોસ્પિટલનો સ્ટાફની અછત જવાબદાર છે. સોનોગ્રાફી વિભાગમાં ચાર તબીબની સામે એક જ તબીબ છે.
દર્દીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને 15 દિવસ પહેલા તારીખ આપી હતી, મને કહ્યું હતું કે, 15 દિવસ પછી આવજો મને પેટમાં તકલીફ છે. ગાંઠ છે એટલે પેટમાં દુખાવો વધારે રહે છે.
હોસ્પિટલના તબીબોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 15 દિવસ સુધીનું વેઇટીંગ ચાલી રહ્યું છે. કારણ કે, અહીંયા ફૂલ સ્ટાફમાં એક સિંગલ ફેકલ્ટી હોવાના કારણે તેને બધું કરવાનું હોવાની આ વેઈટીંગ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોને પોતાના રોગની સારવાર કરવા માટે સરકારી હોસ્પિટલોમાં જતા હોય છે. પરંતુ આરોગ્ય વિભાગને દર્દીઓની આ તકલીફ દેખાતી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, જ્યારે દર્દીને પીડા અસહ્ય થાય છે, ત્યારે તે ડોક્ટર પાસે જાય છે પરંતુ ડોકટર દર્દીને સોનોગ્રાફી કરાવવાનું કહે ત્યારે દર્દીઓને અસહ્ય દુખાવા સાથે વધુ સારવાર માટે 15 દિવસ રાહ જોવી પડે છે. આમ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.