ન્યુ દિલ્હી : સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતું કે આધાર કાર્ડને સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડવાથી ડુપ્લીકેટ અને ફેક એકાઉન્ટ પર લગામ આવી શકશે.
સાથે જ અરજકર્તાએ ફેક ન્યૂઝ અને પેઇડ ન્ચૂઝ પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપવાની માંગ કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા જણાવ્યું કે આ કેસ મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે આથી તેને અમારી સામે ન લાવો. તમારી જે રજૂઆત હોય તે મદ્રાસ હાઇકોર્ટમાં કરો.
મહત્વનું છે કે આ પહેલા ફેસબુક, ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આધાર સાથે જોડવા મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.