Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

સૌથી મોટું કૌભાંડ : આણંદ-વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજારી કરતા પ ઈસમો ઝડપાયા…

વડોદરા ક્રાઇમ બ્રાંચે બે લાખ રૂપિયાની રોકડ રકમ, ૯૦ ઇન્જેક્શન સહિત ૭.૬૧ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે…

અત્યાર સુધીમાં ૩૦૦ થી ૪૦૦ રેમડેસિવિર વેચ્યા, એક ઇન્જેક્શન ૧૬ હજારથી લઈ ૨૦ હજારમાં વેચતા…

વડોદરા : વડોદરા ક્રાઇમ બ્રાંચે દેશના અત્યાર સુધીના સૌથી મોટા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દેશમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે વડોદરા અને આણંદમાં રેડ પાડીને ૯૦ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ૫ આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગ રેમડેસિવિર ઇન્જેક્શન ૧૬ હજારથી લઇને ૨૦ હજાર સુધીમાં વેચતા હતા. તેમની પાસેથી બે લાખ રૂપિયાની રોકડ રકમ, ૯૦ ઇન્જેક્શન સહિત ૭.૬૧ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસીવેર ઈન્જેકશનની કાળા બજારીનું મસમોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે વડોદરાના ચાર તેમજ આણંદના એક શખ્સની ધરપકડ કરી છે.

શહેર પોલીસના એક ઉચ્ચ અધિકારીને માહિતી મળી હતી કે ઋષિ જેધે નામનો શખ્સ રેમડેસીવેર ઈન્જેકશનનું બ્લેક માર્કેટિંગ કરી ઉંચી કિંમતે તેનું વેચાણ કરે છે તેમજ ઋષિ શહેરના સુભાનપુરા નૂતન વિદ્યાલ પાસે ઈન્જેકશનની ડિલિવરી આપવા આવનાર છે. જેના આધારે પોલીસે બાતમીના સ્થળે વોચ ગોઠવી ઈન્જેકશનની ડિલિવરી આપવા આવેલા ઋષિ જેધેને રંગે હાથ દબોચી લીધો હતો. દરમિયાન તેની સાથે અન્ય ઈસમો પણ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

વધુમાં, પોલીસે ઝડપેલા આરોપી ઋષિ જેધેના નિવેદનના આધારે પોલીસે વિકાસ પટેલ, પ્રતીક પંચાલ, મનન શાહ તેમજ આણંદ જિલ્લાના જતીન પટેલની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ પોતે ફાર્મા ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમજ તેઓ પોતાના સંપર્ક માં રહેલા લોકો ને જ ઈન્જેકશનનો જથ્થો ઉંચી કિંમતમાં વેંચતા હતા. ઝડપેલા તમામ આરોપીઓ પાસેથી પોલીસે ૪ લાખ ૮૬ હજાર ની કિંમત ના ૯૦ રેમડેસીવેર ઈન્જેકશન,૨ લાખ રોકડા સહિત ૭લાખ ૬૧ નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

  • વડોદરા ક્રાઇમ બ્રાંચ પકડેલા આરોપીઓના નામ :
    -ઋષી પ્રદિપભાઇ જેધ (ઉ.૨૬) (રહે, એ-૨૮, જયઅંબે સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા)-૧૭ ઇન્જેક્શન સાથે પકડાયો

    -વિકાસ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.૩૫), (રહે, ૧૩૭, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ, અટલાદરા)-૧૨ ઇન્જેક્શન સાથે ઝડપાયો
    -પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ (ઉ.૨૯), (રહે, ફ્લેટ નં-૬, નીલનંદન કોમ્પેલેક્ષ, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા), ૧૬ ઇન્જેક્શન સાથે ઝડપાયો
    -મનન રાજેશભાઇ શાહ (ઉ.૩૪), (રહે, એ-૫૦૩, સાકાર સ્પેલેન્ડારા-૧, સમા-સાવલી રોડ, વેમાલી, વડોદરા)
    -જતીન પટેલ (રહે, આણંદ, જયનમ ફાર્મા નામની દવાની એજન્સી ચલાવે છે-૪૫ ઇન્જેક્શન સાથે ઝડપાયો

Related posts

ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સ રેકેટ : છેલ્લા પ મહિનામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

Charotar Sandesh

આણંદ શહેરમાં પોલસન ડેરી પાસે વધુ એક કેસ નોંધાયો : ૮૦ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝીટીવ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં મહી નદી બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ…

Charotar Sandesh