Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં હજુ પણ અનેક ગામડામાં વાવાઝોડાને કારણે અંધારપટ…

૫૪૦૦માંથી ૪૦૦૪ ગામડામાં વીજ પુરવઠો શરૂ કરાયો…

રાજકોટ : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. સૌરાષ્ટ્રના ગામડાઓને વીજળી મળતા હજુ પણ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.
તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના ૫૪૦૦ જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી અત્યાર સુધી ૪૦૦૦૪ ગામડામાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે જ્યારે ૮૮૯ જેટલા ગામડામાં હજુ પણ વીજળી નથી.
હજુ કેટલાક ગામડામાં જેટકોના ૬૬ કે.વી અને ૨૨૦ કે.વીના સબ સ્ટેશન બંધ હોવાને કારણે વીજ પુરવઠો નથી. પીજીવીસીએલની ૫૦૦ ટીમ, કોન્ટ્રાક્ટરોની ૩૭૬ ટીમ, ડીજીવીસીએલની ૪૦ ટીમ, એમજીવીસીએલની ૫૦ ટીમ, યુજીવીસીએલની ૨૫ ટીમો કામ કરી રહી છે.
રાજુલા, જાફરાબાદ, મહુવા, સાવરકુંડલા અને શિહોર સહિતના મોટા શહેરમાં આગામી ચાર દિવસમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાશે અને બાકીના તમામ ગામ-શહેરમાં આઠ દિવસમાં વિજળી આવી જશે. ૭૦ હજારથી વધુ વીજ પોલ વાવાઝોડામાં પડી ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં વીજ કર્મીઓ પોલ ઉભા કરવા, લાઇન ચાલુ કરવા, ફિડર રિપેર કરવા, ટ્રાન્સફોર્મર રિપેર કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ખેતીવાડીના ફિડર અને લાઇન સૌથી છેલ્લે કરાશે, બાકીના ફિડર વહેલી તકે શરૂ કરી લોકોના ઘરમાં અંધારા ઉલેચવા પીજીવીસીએલ સહિતની ટીમ કામે લાગી છે.
ઉના અને તેની આસપાસના ગામડામાં વીજ પુરવઠો ના આવતા પાણીની તંગી સર્જાઇ છે.પાણીના કુવામાંથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાનું પાણી લેવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.

Related posts

રોડ રસ્તા બાદ ભાજપમાં પણ ગાબડા : CM રૂપાણીના હોમટાઉનમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો…

Charotar Sandesh

કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ…

Charotar Sandesh

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ : ગુજરાતના ૧૧૩ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

Charotar Sandesh